તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • સગીરાને પાંચ મહિના ગોંધી રાખી તાંત્રિકે દુષ્કર્મ આચર્યુ

સગીરાને પાંચ મહિના ગોંધી રાખી તાંત્રિકે દુષ્કર્મ આચર્યુ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મકરપુરામાંપાડોશમાં રહેતી સગીરાને વશમાં કરી પોતાની સાથે ભગાડી ગયેલા તાંત્રિકે સગીરાને વિવિધ સ્થળોએ પાંચ મહિના સુધી ગોંધી રાખી દુષ્કર્મ આચર્યું હોવાનો આરોપ લગાવતી ફરિયાદ સગીરાએ પોલીસને કરતાં ખળભળાટ મચી ગયો હતો. તાંત્રિક પતિના કરતૂતમાં તેની પત્નીએ પણ સહકાર આપ્યો હોવાનો આરોપ કર્યો હતો. પોલીસે સગીરાની ફરિયાદના આધારે તાંત્રિકના મકાનમાં દરોડો પાડ્યો હતો, જ્યાંથી પિસ્તોલ અને કારતૂસ મળી આવ્યા હતા. જોકે તાંત્રિક અને તેની પત્ની ફરાર થઇ ગયાં હતાં.

મકરપુરામાં રહેતા જ્યોતિષી-તાંત્રિક હિતેશ અંબાલાલ પંડ્યાની હવસનો ભોગ બનેલી સગીરાએ જણાવ્યું હતું કે, બે વર્ષ પહેલાં હું મારા ઘરની સામે રહેતા તાંત્રિકના ઘરે જતી હતી. મેં તાંત્રિકને કહ્યું હતું કે, હું બોર્ડની પરીક્ષામાં પાસ થઇ જાઉં તેમ કરો. તેઓએ મને એક મંત્ર પણ આપ્યો હતો. પરંતુ, હું નાપાસ થઇ હતી. તાંત્રિક હિતેશ અને તેની પત્ની દેવકી મને માતા-પિતા તરીકે સંબોધન કરવાનું જણાવતાં હતાં. મારાં મમ્મી અને ભાઇ તાંત્રિકના ઘરે જવા માટે રોકતાં હતાં. પરંતુ, વિરોધ હોવા છતાં હું તેમના ઘેર ખેંચાઇને જતી હતી.

ગત 28 જુલાઇએ વહેલી સવારે હિતેશ પંડ્યા સગીરાને લઇને ફરાર થઇ ગયો હતો. સગીરાએ જણાવ્યું હતું કે સુસેન રોડ ખાતેના મકાનમાં તાંત્રિકે મને ગત દિવાળીના બેસતા વર્ષના દિવસ સુધી ગોંધી રાખી હતી અને અવાર-નવાર તેને મારી મરજી વિરુધ્ધ દુષ્કર્મ આચર્યું હતું. વાતથી તેની પત્ની દેવિકા પણ વાકેફ હતી. આખરે હિતેશ પંડ્યાએ તેને ડભોઇ રોડ પર રાકેશ નામના શખ્સના ઘેર મોકલી હતી અને રાકેશે સગીરાની વ્યથા જાણ્યા બાદ તેને તેના ઘેર જવા છકડો રિકશામાં બેસાડી હતી. સગીરાની ફરિયાદના આધારે મકરપુરા પોલીસ સ્ટેશનનાં પીઆઇ ચેતના ચૌધરીએ તાંત્રિક હિતેશ અને તેની પત્નીની શોધખોળ શરૂ કરી હતી.

મકરપુરા પોલીસે તાંત્રિક દંપતી સામે ગુનો દાખલ કર્યો છે. તરસાલી વિસ્તારમાં આવેલા મકાનમાં દરોડો પાડતાં મકાનમાંથી દેશી બનાવટની પિસ્તોલ અને 4 કારતૂસ તથા તલવાર, ગુપ્તી અને ચપ્પુ તથા ધારિયુ મળ્યાં હતાં.

પાડોશમાં રહેતી સગીરાને વશમાં કરી વહેલી સવારે તાંત્રિક ભગાડી ગયો હતો

સૂત્રોએ જણાવ્યું હતું કે પોલીસે હિતેશ પંડ્યાના નજીકના સંબંધીઓની ઊલટતપાસ શરૂ કરી છે. ફરાર થઇ ગયેલો હિતેશ કયાં છુપાયો છે, તે સહિતની માહિતી હાલ એકત્ર કરાઇ રહી છે. સૂત્રોએ હિતેશ પંડ્યાની પત્ની દેવકીની અટકાયત કરાઇ હોવાનું પણ જણાવ્યું હતું.

પોલીસે તાંત્રિક હિતેશ પંડ્યાના મકાનમાં દરોડો પાડતાં મકાનમાંથી કેમેરા પણ મળી આવ્યો હતો. કેમેરા મળતાં પોલીસે સગીરાનો વીડિયો ઉતારાયો છે કે કેમ તેની પણ તપાસ શરૂ કરી છે. કેમેરામાંં રહેલું ફૂટેજ ચેક કરવાનું પોલીસે શરૂ કર્યું છે.

સગીરાની માતા અને ભાઇએ જણાવ્યું હતું કે, અમને તાંત્રિક ઉપર પહેલાંથી શંકા હતી પણ બદનામીના ડરથી અમે પોલીસમાં પણ જાણ કરી હતી. અમારી દીકરીએ બુધવારે આવીને હકીકત જણાવતાંં મકરપુરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

હિતેશના સંબંધીની ઊલટતપાસ કરી

વીડિયો ઉતારાયો હોવાની પણ આશંકા

તાંત્રિક પર અગાઉથી પરિવારને શંકા હતી

અન્ય સમાચારો પણ છે...