તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • હોટલ બહાર કારનો કાચ તોડી રૂા. 20,000ની ચોરી

હોટલ બહાર કારનો કાચ તોડી રૂા. 20,000ની ચોરી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મકરપુરાનાઉદ્યોગપતિએ અકોટા હોટલ ગેટ વેની બહાર મૂકેલી કારનો કાચ તોડી તસ્કર રોકડા રૂા. 20,000ની ચોરી કરી ગયો હતો. કારમાં સહી કરેલા ચેકની પણ ચોરી થઇ હતી. મકરપુરાના ઓરાઇઝન કોમ્પ્લેક્સમાં રહેતા અરુણ જોષી હોટલ ગેટ વેમાં આવ્યા હતા. સાંજે તેમની કારના દરવાજાનો કાચ તૂટેલો હતો. તસ્કરે કારમાં સીટ પર મૂકેલી બેગમાંથી ~20,000ની ચોરી કરી હતી. ઉપરાંત લાઇસન્સ, અાધારકાર્ડ, બેંકોનાં ક્રેડિટ, ડેબિટ કાર્ડ તેમજ ઉદ્યોગપતિ અને પત્નીની ચેકબુકમાં 4 ચેક સહી કરેલા હતા. પોલીસે તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...