તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • બ્રહ્મલીન પૂ.પ્રમુખ સ્વામીની 96મી જન્મજયંતી ઉજવાશે

બ્રહ્મલીન પૂ.પ્રમુખ સ્વામીની 96મી જન્મજયંતી ઉજવાશે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બ્રહ્મલીનપૂ.પ્રમુખ સ્વામી મહારાજની 96 મી જન્મજયંતી અને બી.એ.પી.એસ.મંદિરના 20 મા સુવર્ણ કળશ નિમિત્તે 11 દિવસીય મહોત્સવનું આયોજન કરાયું છે. જેના ભાગરૂપે સુરત શહેરના દાંડી માર્ગ પર 700 વીઘાની વિશાળ જગ્યામાં બનાવાયેલા વિશાળ સ્વામીનારાયણ નગરમાં તા.27 નવેમ્બરથી તા.7 મી ડિસેમ્બર સુધી વિવિધ કાર્યક્રમો યોજાશે. નગરમાં વિશાળ પ્રવેશ દ્વાર, ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરનારા દેશના મહાન સંતોની પ્રતિમાઓ સ્થપાઇ છે. વ્યક્તિગત-પારિવારિક સમાજજીવન અને રાષ્ટ્રભક્તિની પ્રેરણા આપતું મંદિર, વિશાળ પ્રદર્શની ખંડો ઉપરાંત પૂ.પ્રમુખ સ્વામી મહારાજની વિશાળકાય મૂર્તિ આકર્ષણરૂપ બનશે.

સ્વામીનારાયણ નગરની સાથે સાથે નગરમાં પ્રતિદિન સવારે પૂ.મહંત સ્વામી મહારાજની પ્રાત: પૂજા અને રોજ સાંજે વૈવિધ્યસભર સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે. ઉપરાંત રક્તદાન શિબિર અને વિશ્વ શાંતિ મહાયાગનું આયોજન કરાયું છે. 11 દિવસીય મહોત્સવ અંતર્ગત 7મીએ પૂ.પ્રમુખ સ્વામી મહારાજના જન્મજયંતીની ભવ્ય ઉજવણી કરાશે.

સુરતમાં જન્મજયંતી મહોત્સવનું આયોજન

અન્ય સમાચારો પણ છે...