તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • રેલવે મજદૂર સંઘનાં તા.12મીથી ધરણાં

રેલવે મજદૂર સંઘનાં તા.12મીથી ધરણાં

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ટ્રાન્સપોર્ટ રિપોર્ટર | વડોદરા

નેશનલફેડરેશન ઓફ ઇન્ડિયન રેલવેમેન અને વેસ્ટર્ન રેલવે મજદૂર સંઘ દ્વારા રેલવે મંત્રીએ આપેલા ચાર્ટર ઓફ ડિમાન્ડનો અમલ કરવા સામે 12મીથી 16મી ડિસેમ્બરના રોજ ધરણાં યોજાશે.

વેસ્ટર્ન રેલવે મજદૂર સંઘના મહામંત્રી અને નેશનલ ફેડરેશન ઓફ ઇન્ડિયન રેલવેમેનના ઉપપ્રમુખ જે.જી.માહુરકરે જણાવ્યું હતું કે, 9મીથી 11મી નવેમ્બરના રોજ રાષ્ટ્રીય અધિવેશન મળ્યું હતું, જેમાં 17 ઝોનમાંથી 10 હજાર રેલ કર્મચારીઓ અને રેલ મંત્રી સુરેશ પ્રભુ પણ હાજર રહ્યા હતા. અધિવેશનમાં ચાર્ટર ઓફ ડિમાન્ડ રજૂ કરવામાં આવી હતી. જેની સામે રેલ મંત્રીએ ડિમાન્ડનો અમલ કરવાની ખાતરી આપી હતી. પરંતુ તે ખાતરી બાદ પણ અમલ થતાં અમે 12મી ડિસેમ્બરથી 16મી ડિસેમ્બરના રોજ વિરોધ પ્રદર્શન કરીશું અને ધરણાં પર બેસીશું. ત્યારબાદ રેલી અને મીટિંગ યોજાશે.

અન્ય સમાચારો પણ છે...