તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

યુિન.ની આજીજી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહારાજાસયાજીરાવ યુનિવર્સિટીના રેન્કિંગ માટે નેકની ટીમ સોમવારે ટેક્નોલોજી ફેકલ્ટીમાં સમીક્ષા માટે જઇ રહી છે ત્યારે રખડતા કૂતરાનો ભોગ નેકની ટીમ ના બને તે માટે સત્તાધીશોએ સેવાસદનને આજીજી કરી છે.

158 ચોરસ કિલોમીટરના ક્ષેત્રફળમાં પથરાયેલા વડોદરા શહેરમાં 18 લાખની માનવવસ્તી છે તો 44000 રખડતા કૂતરા છે.શહેરમાં રખડતા કૂતરા કરડવાની રોજેરોજ 15 થી 20 ઘટના ઘટે છે. શહેરના મકરપુરા વિસ્તારની ભવન્સ સ્કૂલના કેમ્પસમાં જઇને કૂતરાએ બાળકને કરડી ખાધાની ઘટનાએ તંત્રની પોલ ઉઘાડી પાડી હતી તે નોંધનીય છે.

સંજોગોમાં, સેવાસદને રખડતા કૂતરાની નસબંધી કરાવવા માટે એજન્સીને જવાબદારી સોંપી છે પણ તેનું મોટા પ્રમાણમાં પરિણામ મળી રહ્યું નથી તે પણ હકીકત છે. પરિસ્થિતિમાં, શહેરના તમામ વિસ્તારોમાં રસ્તા પર રખડતા કૂતરાની સંખ્યામાં કોઇ ફરક પડ્યો નથી અને કરડવાની ઘટના પણ ઓછી થઇ નથી.

આવી કફોડી સ્થિતિમાં, વિશ્વ વિખ્યાત મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના રેટિંગ માટે નેકની ટીમ રવિવારે સાંજે વડોદરા આવી રહી છે. ટીમ પહેલા દિવસે એટલે કે તા.28ના રોજ ટેક્નોલોજી ફેકલ્ટીમાં પહોંચીને ઇન્ફ્રાસ્ટ્રકટર, શૈક્ષણિક માળખા સહિતની બાબતોની સમીક્ષા કરનાર છે.

પરંતુ, ટેકનોલોજી ફેકલ્ટી અને તેની આસપાસના ભાગમાં રખડતા કૂતરાની સંખ્યા વધી રહી છે અને ઘણી વખત ફેકલ્ટીના પ્રાંગણમાં આવા કૂતરાઓનો અડિંગો જોવા મળે છે. નેકની ટીમનું સ્વાગત આવા રખડતા કૂતરા કરે તેવી દહેશત ખુદ ફેકલ્ટીના સત્તાધીશો વ્યક્ત કરી રહ્યા છે.જેથી, નેકની ટીમના આગમન અને વિદાય સુધી ટેક્નોલોજી ફેકલ્ટી તેમજ નજીકના વિસ્તારમાં રખડતા કૂતરા જોવા ના મળે તે માટે તંત્રે ધમપછાડા શરૂ કર્યા છે.જેના ભાગરૂપે, ટેક્નોલોજી ફેકલ્ટીના વહીવટકર્તાઓેને સેવાસદનના વહીવટી તંત્રનું ધ્યાન દોરીને નેકની ટીમની એન્ટ્રી-એક્ઝિટ સુધી સમસ્યાનો નિકાલ લાવવા માટે રજૂઆત કરવાની ફરજ પડી છે. આરોગ્ય વિભાગે માર્કેટ શાખાના સુપરિન્ટેન્ડન્ટને ટેક્નોલોજી ફેકલ્ટીમાં રખડતા કૂતરાના કિસ્સાને ગંભીરતાથી લેવા સૂચના આપી છે.

માર્કેટ સુપરિન્ટેન્ડન્ટને જાણ કરાઇ છે

^યુનિ.માં તા.28મીએ આવનાર નેકની ટીમ ટેક્નોલોજી ફેકલ્ટીમાં જશે. ત્યાં રખડતા કૂતરા હોવાની રજૂઆત ફેકલ્ટી તરફથી મળી છે. રખડતા કૂતરાની નસબંધી કરવા માટે વિસ્તારમાંથી લઇ જવામાં આવે છે અને મામલે કાર્યવાહી કરવા માર્કેટ સુપરિન્ટેન્ડન્ટને જાણ કરવામાં આવી છે અને તેના માટે ફેકલ્ટીના સંબંધિતો સાથે કો ઓર્ડિનેશન કરાશે. > ડો.મૂકેશવૈદ્ય, અધિકઆરોગ્ય અમલદાર

નેકની ટીમ આવે છે, રખડતાં કૂતરાં હેરાન ના કરે જોજો

અન્ય સમાચારો પણ છે...