તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • આજે 1 લાખ નાગરિકો 6 કલાકનો વીજકાપ વેઠશે

આજે 1 લાખ નાગરિકો 6 કલાકનો વીજકાપ વેઠશે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભરશિયાળેપણ વીજકંપનીએ મરાતમની કામગીરી હાથ પર લેતાં રવિવારે શહેરના પશ્ચિમ વિસ્તારના 1 લાખ નાગરિકોને કલાક સુધી વીજળી વગર હેરાનગતિ ભોગવવી પડશે.

મધ્ય ગુજરાત વીજકંપનીના વડોદરા સિટીના વિશ્વામિત્રી પશ્ચિમ વિભાગના 66 કેવી વાસણા સબ સ્ટેશનમાં શટડાઉનની કામગીરી રવિવારે કરવામાં આવનાર છે. શટડાઉનના પરિણામે વાસણા સબ ડિવિઝનના પાંચ અને અકોટા સબ ડિવિઝનના બે ફીડર વિસ્તારમાં રવિવારે સવારે 9 થી બપોરે 3 વાગ્યા સુધી વીજકાપ રહેશે. જેમાં, દુર્ગાનગર ફીડર, મહાબલિપુરમ્ ફીડર,ભાયલી ફીડર, વ્રજરાજ ફીડર,મધુરમ્ ફીડર,અક્ષરચોક ફીડર,પ્રથમ ઉપવન ફીડરમાંથી વીજપુરવઠો મેળવતા વિસ્તારોને અસર થશે.

66 કેવી વાસણા સબસ્ટેશનમાં શટડાઉનની કામગીરીના કારણે તાંદલજા રોડ, સનફાર્મા રોડ, યોગીકુટિર, મરિયમ પાર્ક, શાલીમાર ડુપ્લેકસ ,મહાબલિપુરમ્, કરિશ્મા પાર્ક,ગુલાબવાટિકા, ભદ્રલોક, ચરોતર સોસાયટી, રાજવી ટાવર,તાંદલજા પાણીની ટાંકી રોડ,વ ્રજરાજ ફલેટ્સ,રાધિકા સોસાયટી,વૈભવ બંગ્લોઝ, સ્વામીનારાયણ મંદિરની પાછળ, પ્રમુખસ્વામીનગર, મથુરાનગરી,નંદ સોસાયટી, વેદાંત ડુપ્લેકસ, અક્ષરધામ સોસાયટી,અભિષેક કોલોની, કૈલાસપાર્ક સોસાયટી,રોયલ વુડ, સિલ્વર સ્ટોન,પ્રથમ એન્કલેવ, કોહિનૂર, સીમા પાર્ક,શ્રીજી રેસિડેન્સી, ઓએસીસ, મારુતિ એવન્યુ અને તેની આસપાસના વિસ્તારમાં કલાક સુધી વીજપુરવઠો ઠપ્પ રહેશે. એમજીવીસીએલ દ્વારા શિયાળામાં પણ મરામતનું મુહૂર્ત કાઢતાં તાંદલજા, વાસણા રોડ અને સન ફાર્મા રોડ વિસ્તારના 1 લાખ નાગરિકોને રવિવારે રજાના દિવસે કલાક સુધી વીજળી વગર હેરાનગતિ ભોગવવી પડશે.

વાસણા સબ સ્ટેશનમાં શટડાઉનની કામગીરી

સવારે 9 થી બપોરે 3 સુધી મરામત કરાશે

અન્ય સમાચારો પણ છે...