તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • VCCIનો ગ્લોબલ ટ્રેડ શો 1થી 5મી ડિસેમ્બર સુધી યોજાશે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

VCCIનો ગ્લોબલ ટ્રેડ શો 1થી 5મી ડિસેમ્બર સુધી યોજાશે

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
વડોદરાચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ (વીસીસીઆઇ)નો અત્યાર સુધીનો સૌથી મોટો ગ્લોબલ ટ્રેડ શો 1 થી 5મી ડિસેમ્બરના રોજ નવલખી ગ્રાઉન્ડમાં યોજાશે. 9 લાખ સ્કે.ફૂટમાં તૈયાર થનારા ગ્લોબલ ટ્રેડ શોમાં માધ્યમ અને લઘુ ઉદ્યોગો માટે નિકાસની તકો ઉપર આધારિત હશે. જેમાં 700થી વધુ સ્ટોલ્સ અને સ્ટાર્ટઅપના સ્ટોલ હશે અને તેમાં ભારત ઉપરાંત વિદેશી કંપનીઓ પણ ભાગ લેશે એમ વીસીસીઆઇના ગ્લોબલ ટ્રેડ શોના ચેરમેન નિલેશ શુકલાએ અત્રે જણાવ્યું હતું.

1 ડિસેમ્બરથી 5મી ડિસે.ના રોજ યોજાનાર ગ્લોબલ ટ્રેડ શોમાં ગુજરાત નહીં પણ દેશભરમાંથી 5 લાખ લોકો પ્રદર્શનમાં ભાગ લે તેવી શક્યતાઓ છે તેમ જણાવતાં વીસીસીઆઇના ગ્લોબલ ટ્રેડ શોના ચેરમેન નિલેશ શુકલાએ વધુમાં ઉમેર્યું હતું કે, 9 લાખ સ્કે. ફૂટમાં તૈયાર થનારા ગ્લોબલ ટ્રેડ શોમાં કેનેડા, ડેન્માર્ક, ઇટાલી, યુએઇ અને કોરિયામાંથી પણ અનેક ધંધાર્થીઓ ટ્રેડ શોમાં ભાગ લેશે. પ્રદર્શનમાં જાહેર ક્ષેત્રના ઉદ્યોગો પણ જોડાશે.

એસ.એમ.ઇ ફાઉન્ડેશનના પૂર્વ ચેરમેન અને એડ ગુરુ પ્રહલાદ ખખ્ખર પણ ભાગ લેશે.ગુજરાત રાજયના નવા મુખ્યમંત્રી વિજય રુપાણી તથા તેમની નવી ટીમને પણ આમંત્રણ આપ્યું છે તેમ જણાવીને તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, પાંચ દિવસના ગ્લોબલ ટ્રેડ શોમાં રોજ એક મંત્રી ભાગ લેશે. વીસીસીઆઇ દ્વારા 2 થી 2.5 કરોડના ખર્ચે ગ્લોબલ ટ્રેડ શો તૈયાર કરીને વેપાર અને વિનિમય સાથે સંકળાયેલા તમામને એક તક આપે છે. ચાલુ વર્ષે ડિફેન્સ ક્ષેત્ર અંગે વિવિધ પાર્ટ્સ માટે વેપારીઓને પણ ખાસ આમંત્રણ આપવામાં આવ્યું છે.

700થી વધુ સ્ટોલ્સ, સ્ટાર્ટઅપના સ્ટોલ મુકાશે

કેનેડા-કોરિયાના ધંધાર્થીઓ શોમાં ભાગ લેશે

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો