તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • પ્રો. શિરીષ કુલકર્ણી SPUમાં જતાં જગ્યા ખાલી પડી હતી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પ્રો. શિરીષ કુલકર્ણી SPUમાં જતાં જગ્યા ખાલી પડી હતી

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
કોમર્સ ફેકલ્ટીમાં એકાઉન્ટિંગ હેડ તરીકે હવે પ્રો. પ્રજ્ઞેશ શાહ

પ્રો. અમિતાએ ના પાડતાં પ્રો. પ્રજ્ઞેશ શાહની નીમણૂક

એમ.એસ.યુનિવર્સિટીનીસૌથી મોટી કોમર્સ ફેકલ્ટીના એકાઉન્ટીંગ એન્ડ ફાઇનાન્શીયલ મેનેજમેન્ટના હેડ તરીકે વીસી સહિતના વિરોધ વચ્ચે પણ પ્રો. પ્રજ્ઞેશ શાહની નિમણૂંક કરાઇ છે. પ્રોફેસર પ્રજ્ઞેશ શાહ એસ.પી.યુનિવર્સિટીના વીસી બનેલા પ્રો. શિરીષ કુલકર્ણીની જગ્યા લેશે.

યુુનિ.ની કોમર્સ ફેકલ્ટીમાં સૌથી મોટા ડિપાર્ટમેન્ટ એકાઉન્ટીંગ એન્ડ ફાઇનાન્શીયલ મેનેજમેન્ટમાં આઠ મહિના અગાઉ પ્રો. શિરીષ કુલકર્ણીની નિમણૂંક થઇ હતી. તાજેતરમાં તેમની વલ્લભ વિદ્યાનગરમાં એસ.પી.યુનિ.ના વીસી તરીકે પ્રો. શિરીષ કુલકર્ણીની નિમણૂંક થતાં હેડની જગ્યા ખાલી પડી હતી. એક અઠવાડીયાથી ખાલી પડેલી જગ્યા પર યુનિ.ના વીસી પ્રો. પરિમલ વ્યાસ ડિપાર્ટમેન્ટના સીનીયર મોસ્ટ પ્રો. અમિતા કાંટાવાલાની નિમણૂંક કરવા માંગતા હતા. તેઓ તેમને સતત હેડ બનાવવા માટે દબાણ કરી રહ્યા હતા. જોકે પ્રો. અમિતા કાંટાવાલાએ તબિયત તથા અન્ય કારણોને આગળ ધરીને વીસીને સ્પષ્ટ ના પાડી દેતાં ના છૂટકે પ્રોફેસર હેડ બની શકે તેમ હોઇ યુનિ.ના સત્તાધીશોને ડિપાર્ટમેન્ટના બાકી રહેલા એક માત્ર પ્રોફેસર પ્રજ્ઞેશ શાહને એકાઉન્ટીંગ એન્ડ ફાઇનાન્શીયલ મેનેજમેન્ટના હેડ બનાવ્યા હતા. જેનો ઓર્ડર પણ આપી દીધો હતો. હવે 8 સપ્ટેમ્બરે સવારે 10.15 વાગે પ્રો. પ્રજ્ઞેશ શાહ સત્તાવાર ચાર્જ લેશે.

તેમની નિમણૂંક અંગે પ્રો. પ્રજ્ઞેશ શાહે જણાવ્યું હતું કે, સૌથી મોટા ડિપાર્ટમેન્ટના હેડ થવું તે ગૌરવની વાત છે. સૌના સહકારથી એકાઉન્ટિંગમાં આવી રહેલા ફેરફારોને છાત્રો વચ્ચે પહોંચાડીશું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો