તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • ગાયોને રખડતી મૂકનારા પાસેથી દૂધ નહીં લેવા મૃતકના પરિવારની અપીલ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગાયોને રખડતી મૂકનારા પાસેથી દૂધ નહીં લેવા મૃતકના પરિવારની અપીલ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
શહેરમાંરખડતી ગાયો નિર્દોષ નાગરિકોનો ભોગ લે છે. જન્માષ્ટમીને પગલે સેવાસદન દ્વારા અંદાજે 15 દિવસ ગાયો પકડવાનું બંધ કરતાં પરિસ્થિતિ વકરી હતી. રખડતા ઢોરોના માલિકો સામે કાર્યવાહી અંગે કોઇ નિર્ણય કરવામાં આવ્યો નથી. જેથી નાગરિકોએ સ્વયં અંગે ચળવળ શરૂ કરી આવા લોકો પાસેથી તેમનાં પશુનું દૂધ અને ધી ખરીદવાનું બંધ કરવાની અપીલ મૃતક સોહમ્ ઠાકોરના પરિવારે કરી છે.

શહેરના સુભાનપુરા સ્લમ ક્વાર્ટર્સમાં રહેતા યુવાન સોહમ્ ઠાકોરનો ગણેશ ચતુર્થી પૂર્વે રાત્રે વડીવાડી પાસે બાઇક પર નાસ્તો કરવા જતી વખતે ગાય વચ્ચે આવતાં અકસ્માત થયો હતો. ઘટનામાં યુવાન અને સગર્ભા ગાયનું મોત નીપજ્યું હતું. ઘટનાને એક સપ્તાહ થવા આવશે. છતાં સેવાસદન દ્વારા કોઇ નીતિ વિષયક નિર્ણય લેવામાં આવ્યો નથી. મૃતકના પરિવાર સાથે સ્થાનિક લોકોએ પણ ગાયોના ત્રાસ અંગે વ્યથા ઠાલવી હતી. મૃતક સોહમ્ ઠાકોરનાં પત્ની અને બાળકી સહિત સ્થાનિક મહિલાઓએ ગાયોને છૂટી મુકનારા લોકો દ્વારા વેચાતું દૂધ લેવાનું બંધ કરવા શહેરના નાગરિકોને અપીલ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે જો આપણાં બાળકોના અને સ્વજનોના જીવ માલિકો દ્વારા છૂટા મૂકાતા પશુઓ લેતા હોય તેમનું દૂધ ખરીદી તેમને આજીવિકા આપવી યોગ્ય નથી.

સુભાનપુરાના યુવાનનું ગાયના કારણે મોત થતાં પરિવારજનોની વિરોધ સાથે અપીલ.

સ્થાનિક નાગરિકોએ પણ ગાયોના ત્રાસ અંગે વ્યથા ઠાલવી

માત્ર કમાણી માટે ગાયોને છૂટી રાખનારા સામે આક્રોશ

શહેરમાં રખડતી ગાયોના ત્રાસ સામે વિરોધ

અમે બે વર્ષથી રજૂઆત કરી પણ કાંઈ થતું નથી

ઢોરોના માલિકોને દૂધના પરવાના અપાતા નથી

સુભાનપુરા સ્લમ ક્વાર્ટર્સની મહિલાઓએ જણાવ્યું હતું કે, અમે સેવાસદનમાં બે વર્ષથી રજૂઆત કરીએ છીએ. સેવાસદન તળાવને પાળી કરવાની વાત કરે છે. મૂળ પ્રશ્ન રખડતી ગાયોનો છે. તે અંગે કાંઇ કરતા નથી.અમને અનેક વાર ગાયો ભેટી મારે છે. અમે આંદોલન કરી શકતા નથી.

સેવાસદનના ફૂડ વિભાગ દ્વારા પરવાનો લીધો હોય તો તેમની પ્રોડક્ટ અંગે કાયદેસરની કાર્યવાહી થાય છે. જ્યારે ઢોરોના માલિકો અંગે કોઇ કાર્યવાહી કરવામાં આવતી નથી. ઢોરોના માલિકો દ્વારા વેચાતા દૂધ અંગે કોઇ પરવાનો આપવામાં આવતો નથી. સેવાસદનના મતે ડાયરેક્ટ પ્રોડક્ટ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

  વધુ વાંચો