તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

એજ્યુકેશન રિપોર્ટર | વડોદરા

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
એજ્યુકેશન રિપોર્ટર | વડોદરા

એમ.એસ.યુનિવર્સિટીમાંઆઇ.સી.એસ.આર હેઠળ વિદેશથી ભણવા આવતાં વિદ્યાર્થીઓ માટે અલાયદી હોસ્ટેલ-ગેસ્ટ હાઉસમાં વીઆઇપીની જેમ મહેમાનગતિ તથા વિશેષ સુવિદ્યાઓથી સ્વદેશી વિદ્યાર્થીઓમાં ભેદભાવ ઉભો થશે તેમજ વર્ગવિગ્રહ વધશે તેવી ફરિયાદ કમિટીના સભ્ય અને સરકાર નિયુક્ત સિન્ડીકેટ સભ્યે યુનિ.ના વીસી પ્રો. પરિમલ વ્યાસને કરતાં હોબાળો મચ્યો છે.

યુનિ.માં યોજાયેલી છેલ્લી બે સિન્ડીકેટની બેઠકમાં આઇ.સી.એસ.આર હેઠળ યુનિ.માં ભણવા આવનારા 120 થી 150 વિદ્યાર્થીઓ માટે અલાયદી હોસ્ટેલ ઉભી કરીને વિશેષ સેવાઓ આપવા તેમજ ગેસ્ટ હાઉસમાં પણ તેમના માટે વિશેષ સેવાઓના ભાગ રૂપે નવા ફર્નીચર સહિતનું રાચ-રચેલું ખરીદવાની લીલીઝંડી આપવામાં આવી હતી. જેના માટે લાખોનું બજેટ નક્કી કરવામાં આવ્યું હતું. વાસ્તવમાં આઇ.સી.એસ.આર હેઠળ 150 વિદ્યાર્થીઓ નહીં પણ 15 થી 20 વિદ્યાર્થીઓ ભણવા માટે આવ્યા છે. આટલી ઓછી સંખ્યામાં વિદ્યાર્થીઓ ભણવા માટે આવ્યા હોવા છતાં પણ તેમના માટે તાત્કાલિક અસરથી તદ્દન નવું ફર્નીચર ખરીદવા તથા અન્ય વસ્તુઓ ખરીદવાની માટે ગઇકાલે કમિટીની વિશેષ બેઠક બોલાવાને નિર્ણય લેવા તેમજ આજે પુન: બેઠક બોલાવવા સામે સરકાર નિયુક્ત સિન્ડીકેટ સભ્ય તથા કમિટીના સભ્ય ડૉ. અશોક મહેતાએ વિરોધ દર્શાવ્યો હતો. તેમણે પોતાનો પ્રતિભાવ આપતાં વીસી પ્રો. પરિમલ વ્યાસને જણાવ્યું હતું કે, આઇ.સી.એસ.આર હેઠળ આવતાં વિદેશી વિદ્યાર્થી અને સ્વદેશી વિદ્યાર્થીઓ વચ્ચે સુવિદ્યાઓના નામે ભેદભાવ ઉભો કરવા તેમજ સુવિદ્યાઓ આપવી હોય તો તમામને સરખી આપવા માટેની માંગ કરી હતી.

MSUમાં વિદેશી છાત્રોને વિશેષ સુવિધાનોે વિરોધ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો