• Gujarati News
  • National
  • સૉરી કહેતાં બે ભાઇઓને માર માર્યો

સૉરી કહેતાં બે ભાઇઓને માર માર્યો

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શહેરનાતરસાલી રોડ પર પસાર થઇ રહેલા બે સગા ભાઇ સાથે 15 દિવસ પહેલાં થયેલા ઝઘડાની અદાવતમાં ત્રણ શખ્સોએ માર માર્યો હતો. 11મા ધોરણમાં અભ્યાસ કરતા યુવકે મકરપુરા પોલીસને જણાવ્યું હતું કે તે અને તેનો ભાઇ અવારનવાર તરસાલીમાં ગુરુદ્વારામાં સેવા આપવા જાય છે. 15 દિવસ પહેલાં ગુરુદ્વારામાં તેમની માણેજામાં રહેતા મનજીંદર રાય નામના યુવક સાથે ઓળખાણ થઇ હતી જો કે મનજીંદર સાથે સમાજના ઇતિહાસ બાબતે બોલાચાલી થઇ હતી.શનિવારે રાત્રે યુવક તેના ભાઇ તરનદીપ સાથે ગુરુદ્વારામાથી ઘેર જઇ રહ્યો હતો, ત્યારે તરસાલી જીઇબી રસ્તા પર મનજીંદર અને અન્ય બે ત્રણ યુવકોએ અગાઉ થયેલા ઝઘડાની અદાવતમાં સોરી કહેવાનું જણાવી માર માર્યો હતો.