• Gujarati News
  • National
  • દંતેશ્વરમાં બાળકોની ઉઠાંતરી કરતી બે શંકાસ્પદ મહિલાઓ ઝડપાઈ

દંતેશ્વરમાં બાળકોની ઉઠાંતરી કરતી બે શંકાસ્પદ મહિલાઓ ઝડપાઈ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દંતેશ્વર ગામમાં ગત 5મી જૂનના રોજ બે બાળકોને મહિલાઓ ઉઠાવી ગઇ હોવાની શંકાના આધારે સ્થાનિકોમાં ભયનું વાતાવરણ જોવા મળી રહ્યું હતું. બાળકોની ઉઠાંતરી કરતી કોઇ ટોળકી સક્રિય હોવાની આશંકા સાથે સ્થાનિક લોકોએ ગામમાં શંકાસ્પદ વ્યક્તિઓની હિલચાલ પર નજર રાખી હતી. દંતેશ્વર ગામમાં રહેતા અશોક રાજ્યગુરુએ જણાવ્યું હતું કે સોમવારે બપોરના સુમારે બે મહિલા અને એક રિકશા ચાલકની શંકાસ્પદ વર્તૂણુક જોવા મળી હતી. બે મહિલાઓએ રહસ્યમય રીતે આંટા ફેરા કરતાં અમારી શંકા દૃઢ બની હતી, જેથી અમે તેમનો પીછો કર્યો હતો. બંને મહિલાઓને કોઇ પીછો કરતો હોવાનું ધ્યાનમાં આવી જતાં તેઓ દંતેશ્વરમાંથી રાઘવનગર અને ત્યારબાદ અનુપમ નગર ગઇ હતી અને ત્યાં ભીખ માંગવાનું નાટક કર્યું હતું. જો કે લોકો પીછો કરતા હોવાની ગંધ આવતાં મહિલાઓ સોમા તળાવ જતી રહી હતી પણ લોકોએ પીછો કરી સોમા તળાવથી બંનેને ઝડપી લીધી હતી અને રિકશામાં બેસાડી દંતેશ્વર ગામમાં લાવી હતી. અશોક રાજ્યગુરુએ જણાવ્યું હતું કે બંને મહિલાઓની પૂછપરછ કરતાં બંનેએ પોતે કાગળ વીણવા આવી હતી, સાવરણી બાંધવા આવી હતી અને સાવરણી વેચવા આવી હતી તેમ અલગ અલગ બહાનાં રજૂ કર્યાં હતાં,જેથી અમારી શંકા વધુ દૃઢ બની હતી. તે સમયે પોલીસ પણ ત્યાં આવી હતી અને બંને મહિલાઓને પોલીસ સ્ટેશન લઇ જવાઇ હતી.

દંતેશ્વર ગામમાં બે મહિલાઓને લોકોએ મહિલાઓ છોકરા ઉઠાવવા આવી હોવાની વાતે ઘેરી લઈ પોલીસને સુપરત કરી હતી.

અગાઉ બે બાળકો ઉઠાવ્યાની શંકા

કેરી બતાવી લલચાવવાનો પ્રયાસ

સ્થાનિક લોકોમાં ઉત્તેજના છવાઈ

સૂત્રોએ જણાવ્યું હતું કે બંને મહિલાઓ ગામમાં આંટાફેરા કરતી હતી, ત્યારે એક બાળકને કેરી બતાવીને લલચાવી રિકશામાં બેસાડવાનો પણ પ્રયાસ કર્યો હતો. જો કે લોકોને ગંધ આવી જતાં તે તુરત ભાગી છૂટી હતી.

બે મહિલા બાળકોની ઉઠાંતરી કરવા આવી છે, તે વાત વાયુવેગે ફેલાઇ જતાં લોકોમાં ભારે ઉત્તેજના છવાઇ ગઇ હતી. સ્થાનિકોએ છેક સોમા તળાવ સુધી પીછો કરીને બંને મહિલાને પકડી લીધી હતી.

5 જૂને દંતેશ્વર ગામમાંથી 2 બાળકોને કોઇ ટોળકી ઉઠાવી ગઇ હતી બંને મહિલાઓના ફોટા બાળકોને બતાવવામાં આવતાં કિશોરે બંને મહિલા પૈકી એક મહિલાને ઓળખી કાઢી હતી.

લોકો દ્વારા પીછો કરાતો હોવાની જાણ થતાં બંનેએ ભીખ માંગવાનું નાટક કર્યું

આંટાફેરા કરતી મહિલા અને રિકશાચાલકની શંકાસ્પદ વર્તણૂક જણાઇ

અન્ય સમાચારો પણ છે...