• Gujarati News
  • National
  • સિટીનાં ઐશ્વર્યા વારિયારે ઉર્મિલાનું કેરેક્ટર રજૂ કર્યું

સિટીનાં ઐશ્વર્યા વારિયારે ઉર્મિલાનું કેરેક્ટર રજૂ કર્યું

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરા | સિટીનાકલાગુરુ અને મોહિની અટ્ટમના એક્સપર્ટ ઐશ્વર્યા વારિયારે શહેરમાં મોહિની અટ્ટમનો પ્રચાર પ્રસાર કરવામાં મોટું યોગદાન આપ્યું છે. સાથે વિદેશમાં પણ ભરતનાટ્યમ તથા મોહિની અટ્ટમના કાર્યક્રમો કરીને નૃત્યનો પ્રચાર પ્રસાર કર્યો છે. ત્યારે શુક્રવારે કેન્દ્ર સરકાર દ્વારા દુરદર્શન પર ઐશ્વર્યા વારિયારની મોહિની અટ્ટમની પ્રસ્તુતીનો કાર્યક્રમ પ્રદર્શિત કરવામાં આવ્યો હતો. મોહિની અટ્ટમ ગણપતિ તથા ઉર્મિલાના કેરેક્ટર્સ ભજવ્યા હતા. પોતાની કોરિઓગ્રાફી અંતર્ગત કેરેક્ટર્સ ભજવ્યા હતા. 30 મિનીટમાં તેમણે ગણપતિ તથા ઉર્મિલાના કેરેક્ટર્સ પદ્ય રચના દ્વારા પર્ફોર્મન્સ આપીને ઘણાં કલાના વિદ્યાર્થીઓને આગવી કૃતિ આપવાનું યોગદાન આપ્યું હતું.

City Pride

અન્ય સમાચારો પણ છે...