• Gujarati News
  • National
  • રેલવે ઇન્ક્વાયરી માટે ડિજિટલ ટેક્નોલોજી

રેલવે ઇન્ક્વાયરી માટે ડિજિટલ ટેક્નોલોજી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ટ્રાન્સપોર્ટ રિપોર્ટર | વડોદરા

શહેરનારેલવે સ્ટેશન ખાતે ઇન્કવાયરી વિન્ડો માટે ડિજિટલ ટેકનોલોજીનો ઉપયોગ કરી નવતર પ્રયોગ કરવામાં આવ્યો છે. રેલવે સ્ટેશન ખાતે બનાવેલાં નવાં ટિકિટ કાઉન્ટર પર એલઇડી સ્ક્રીન મૂકી માઇકની મદદથી મુસાફરોના પ્રશ્નોના ઉત્તર આપવામાં આવે છે. એક વ્યક્તી બે ઇન્કવાયરી કાઉન્ટર સાચવે તે માટે અા વ્યવસ્થા કરવામાં આવી છે.

વડોદરા રેલવે સ્ટેશન પર જૂનાં ટિકિટ કાઉન્ટર બંધ કરી પ્લેટફાર્મ નંબર -સાત પાસે લઇ જવામાં આવ્યાં છે. પરંતુ મુસાફરો મોટી સંખ્યામાં પ્લેટફોર્મ નંબર એક પર પહોંચે છે. ત્યાં ઇન્કવાયરી કાઉન્ટર ચાલુ રાકવામાં આવ્યું છે. જેથી મુસાફરોને તકલીફ પડે નહી. પરંતુ માણસની ઘટ હોવાથી નવા ટિકિટ કાઉન્ટર પાસે બનાવેલા ઇન્કવાયરી કાઉન્ટર પર એક એલઇડી સ્ક્રીન મૂકવામાં આવ્યો છે. જે સ્ક્રીનમાં જૂના ઇન્કવાયરી કાઉન્ટર પર બેઠેલો કર્મચારી જણાય છે તેમજ તે ત્યાં બેઠાં બેઠાં નવું કાઉન્ટર પણ હેન્ડલ કરે છે . રેલવેના ડી.આર.એમ. અમિતકુમાર સિંહ દ્વારા જણાવાયા મુજબ માણસની ઘટ અને કાઉન્ટર બંધ કરવું શક્ય હોવાથી અમે ટેકનોલોજીની મદદ લીધી છે.

ટિકિટ કાઉન્ટર પર એલઇડી સ્ક્રીન મૂકાયા

મુસાફરના પ્રશ્નના જવાબ માટે નવતર પ્રયોગ

અન્ય સમાચારો પણ છે...