પાબંદી લાગુ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
એજ્યુકેશન રિપોર્ટર | વડોદરા

મ.સ.યુનિવર્સિટીનીહોસ્ટેલ્સ વર્ષે સૌપ્રથમ વખત ચૂંટણી પ્રચારમુક્ત બને એવી શક્યતાઓ દેખાઇ રહી છે. મ.સ.યુનિવર્સિટીની હોસ્ટેલ્સના ચીફ વોર્ડન દ્વારા હોસ્ટેલ્સમાં વિદ્યાર્થી સંઘની ચૂંટણીના પ્રચાર પર પ્રતિબંધ મૂકતો સર્ક્યુલર જાહેર કરવામાં આવ્યો છે. હેસ્ટેલ્સની વોટ બેન્ક વિદ્યાર્થી સંઘની ચૂંટણી જીતવા માટે સૌથી અગત્યનું ફેક્ટર ગણાય છે. ત્યારે, નિર્ણય ચૂંટણીના પરિણામ પર મોટી અસર કરે એવી શક્યતાઓ છે.

વિદ્યાર્થી સંગઠનો ચૂંટણી જીતવા માટે હોસ્ટેલ્સમાં રહેતા વિદ્યાર્થીઓની વોટ બેન્ક પર વિશેષ ભાર મૂકતા હોય છે. વિદ્યાર્થી સંઘની ચૂંટણી પૂર્વે મોટાં વિદ્યાર્થી સંગઠનો તો હોસ્ટેલ્સમાં રાત્રે રેલીઓનું પણ આયોજન કરતાં હોય છે. ચૂંટણીના આખરી કલાકોમાં તો વિદ્યાર્થી સંગઠનો દ્વારા હોસ્ટેલમાં બેઠકોના દૌર ચાલે છે. હોસ્ટેલ કેમ્પસમાં તથા હોલ્સ ઓફ રેસિડન્સમાં ચૂંટણી પ્રચાર કરવા માટે યુનિવર્સિટી હોસ્ટેલના ચીફ વોર્ડન દ્વારા સર્ક્યુલર બહાર પાડવામાં આવ્યો છે. સર્ક્યુલરમાં સ્પષ્ટપણે લખવામાં આવ્યું છે કે, વિદ્યાર્થી અગ્રણીઓએ હોસ્ટેલમાં પ્રચાર કરીને વિદ્યાર્થીઓને હેરાનગતિ કરવી. સૂચનાઓનું પાલન કરનાર સામે યુનિવર્સિટી હેન્ડબુકના વિવિધ પ્રોવિઝન અંતર્ગત પગલાં ભરવામાં આવશે એવો ઉલ્લેખ પણ ચીફ વોર્ડન દ્વારા બહાર પાડવામાં આવેલા સર્ક્યુલરમાં કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય બાબત છે કે, જો સર્ક્યુલરનું કડક પાલન થાય તો યુનિવર્સિટી હોસ્ટેલ સૌપ્રથમ વખત ચૂંટણી પ્રચારમુક્ત બનશે. વિવિધ વિદ્યાર્થી સંગઠનો યુનિવર્સિટીમાં પોતાના ટેકેદારો ધરાવતાં હોય છે. જે લોકો મોડી રાત સુધી હોસ્ટેલમાં બેઠકો યોજીને પોતાના ઉમેદવારને જીતાડવા ધમપછાડા કરતા હોય છે. વર્ષે યોજાનાર વિદ્યાર્થી સંઘની ચૂંટણીમાં બેઠકોનો દૌર યથાવત રહેશે કે નહીં જોવું રહ્યું.

- તો રસ્ટિકેટ કરવા સુધીની સજા થઇ શકે

^ વિદ્યાર્થીઓને હોસ્ટલમાં શાંતિપૂર્ણ માહોલ મળે માટે સૂચના બહાર પાડી છે. જો સૂચનાનાે ભંગ કરવામાં આવે તો અમે રસ્ટિકેશન સુધીની સજા કરવાના પગલાં યુનિવર્સિટી હેન્ડ બુકના આધારે લઇશું. > વિજયપરમાર, ચીફવોર્ડન.

વિદ્યાર્થી સંગઠનોએ હોસ્ટેલમાં બેઠકો યોજતાં પહેલાં પરવાનગી લેવા સૂચના જારી કરાઇ

મ.સ. યુનિ.ની હોસ્ટેલ ચૂંટણી ‘પ્રચારમુક્ત’ બનશે

અન્ય સમાચારો પણ છે...