• Gujarati News
  • National
  • વડોદરા |વડોદરા જિલ્લાના ડભોઇ તાલુકામાં આવેલું ગાયકવાડી રાજ્ય સમયનું ઐતિહાસિક

વડોદરા |વડોદરા જિલ્લાના ડભોઇ તાલુકામાં આવેલું ગાયકવાડી રાજ્ય સમયનું ઐતિહાસિક

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરા |વડોદરા જિલ્લાના ડભોઇ તાલુકામાં આવેલું ગાયકવાડી રાજ્ય સમયનું ઐતિહાસિક વઢવાણા તળાવ આસપાસનાં ગામો માટે સિંચાઇ સુવિધા તો આપે છે. સાથેસાથે શિયાળાની મોસમ દરમિયાન દેશ-વિદેશનાં રંગબેરંગી પક્ષીઓની મુલાકાત માટેના સ્થળ તરીકે પ્રસિદ્ધ છે. દેશ-વિદેશનાં પક્ષીઓને નિહાળવા માટે શિયાળા દરમિયાન હજારોની સંખ્યામાં પક્ષીપ્રેમી સહેલાણીઓ વઢવાણા તળાવની મુલાકાત લેતા હોય છે. રાજ્ય સરકારે તળાવનો પક્ષીતીર્થ તરીકે વિકાસ કરવાની દિશામાં પ્રયાસો હાથ ધર્યા છે. જે અંતર્ગત વઢવાણા જળાશય ખાતે રૂા.478.56 લાખના ખર્ચે પક્ષીતીર્થનો વિકાસ કરવાના આયોજનને મંજૂરી આપતાં ધારાસભ્ય બાળકૃષ્ણ પટેલે અંગેની કામગીરીનું ખાતમુહૂર્ત કર્યું હતું.

વઢવાણા તળાવ ખાતે રૂા. 478.56 લાખના ખર્ચે પક્ષીતીર્થ વિકસાવાશે

અન્ય સમાચારો પણ છે...