સિટી રિપોર્ટર | વડોદરા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સિટી રિપોર્ટર | વડોદરા

શહેરનાકમાટીબાગમાં ચાર વર્ષીય બાળકી સહિત ત્રણ સહેલાણીઓને રખડતુ કૂતરુ કરડ્યું હતું. શહેરના વિવિધ વિસ્તારો બાદ હવે કમાટીબાગમાં પણ કૂતરાનો આતંક વધી રહ્યો હોવાનું લોકો જણાવી રહ્યાં છે.

વડસરgf ઇન્દિરાનગરમાં રહેતી 4 વર્ષીય લકી હિંમતલાલ ખટીક પોતાના પરીવાર સાથે કમાટીબાગમાં ફરવા ગઇ હતી. બાળકી કમાટીબાગમાં રમી રહી હતી તે દરમિયાન રખડતુ કૂતરું આવ્યું હતું અને બાળકીને કરડ્યું હતું. કમાટીબાગમાં રખડતુ કૂતરું ચાર વર્ષીય બાળકી ઉપરાંત અન્ય બે વ્યક્તિઓને પણ કરડ્યું હતું એવુ કમાટીબાગમાં આવેલા સહેલાણીઓ પાસેથી જાણવા મળ્યું હતું. અગાઉ કમાટીબાગમાં વોકિંગ માટે ગયેલી એનઆરઆઇ મહિલાને કૂતરુ કરડયું હતું.

કૂતરાનો આતંક વધતાં સહેલાણીઓમાં ભય

અગાઉ NRI મહિલા ભોગ બની હતી

કમાટીબાગમાં બાળકી સહિત ત્રણને કૂતરું કરડ્યું

અન્ય સમાચારો પણ છે...