ઇન્ફ્રા રિપોર્ટર | વડોદરા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઇન્ફ્રા રિપોર્ટર | વડોદરા

ગોરવાશાકમાર્કેટની માફક આજવા રોડ ખાતે તૈયાર કરાયેલ રાત્રિબજાર પણ ઉદ્ઘાટન બાદ મહિના સુધી શોભાના ગાંઠિયા જેવું બની રહેશે તે નક્કી છે.

નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના હસ્તે શનિવારે રૂા.34.93 કરોડના ખર્ચે સાત પ્રોજેકટના લોકાર્પણ અને રૂા.95.36 કરોડના ખર્ચે પાંચ પ્રોજેકટના ખાતમુહૂર્તનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જેમાં,આજવા રોડ પરના રાત્રિ બજારનું ઉદ્ઘાટન પણ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કર્યું છે.35 દુકાનો, ચાર સીટિંગ એરિયા સહિતની સવલતો ધરાવતા રાત્રિબજારમાં દુકાનોની ફાળવણી પ્રક્રિયા હજુ બાકી છે અને તેના માટે મિનિમમ અપસેટ વેલ્યુના આધારે ભાડું નક્કી કરીને હરાજીથી દુકાનો ફાળવવામાં આવનાર છે. જોકે, પ્રક્રિયા પૂરી થતાં સહેજે એક મહિનો વીતી જશે અને તેના કારણે રાત્રિબજારને ધમધમતું થતાં હજુ એક મહિનાનો સમય થશે તે નિશ્ચિત છે.જેના પગલે નાગરિકોએ એક મહિના સુધી રાત્રિબજારની બિલ્ડિંગ નિહાળીને રાત્રિબજાર ખુલ્લું મૂકાયાનો નામપૂરતો આનંદ માણવાનો રહેશે.

35 દુકાનો તૈયાર પણ હજી ફાળવણી બાકી

નાયબ મુખ્યમંત્રીના હસ્તે ઉદ્ઘાટન કરી દેવાયું

આજવા રોડના રાત્રિબજારને કાર્યરત થતાં મહિનો લાગશે

અન્ય સમાચારો પણ છે...