• Gujarati News
  • National
  • વડોદરા દર્શનની બસ સેવા 40 વર્ષ પહેલાં હતી

વડોદરા દર્શનની બસ સેવા 40 વર્ષ પહેલાં હતી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક

પૂર્વટુરિસ્ટ ગાઇડ

વડોદરા શહેરનો ભાગ્યે કોઇ એવો વિસ્તાર હશે જ્યાં કોઇક ભવ્ય ઇમારત કે સ્મારક હોય. સિગ્નોર ફેલીરન, રોબર્ટ ફેલોઝ ચિસોલ્મ, લૂઇ બરથોલ્ડ, એચ.કે. ડોરીંગ, ફ્રાન્સીસ ડેસ્વેટ વૂડ જેવા વિશ્વ પ્રસિદ્ધ શિલ્પીઓની બનાવેલી વિવિધ પ્રતિમાઓ નગરના વિવિધ વિસ્તારોમાં પ્રેરણા આપતી ઊભી છે. તો બીજી તરફ ઇન્ડો સાર્સેનીક, જેવીસ, સ્કોટીશ, લોકલ મરાઠા અને યુરોપિયન આર્કીટૅક્ચરના અદભૂત નમૂનાઓ જેવી વિવિધ ઇમારતો પ્રવાસીઓને આકર્ષવા માટે તત્પર છે. જો બગીચાઓ શહેરના ફેફસાં હોય તો વડોદરાના ફેફસાં ઘણા તંદુરસ્ત છે. કારણ કે અહીં નાના-મોટા એંશીથી વધુ બગીચાઓ છે. સમૃદ્ધ ઇતિહાસ, રસપ્રદ અને રોમાંચક વાતો તથા નયનરમ્ય ઇમારતો તેમજ મેટ્રોપોલિટન નગરમાં મળતી સુવિધાઓ પ્રમાણમાં તેમજ મેટ્રોપોલિટન નગરમાં મળતી સુવિધાઓ પ્રમાણમાં નાના શહેરમાં સરળતાથી ઉપલબ્ધ છે. આથી વડોદરા પ્રવાસીઓને આકર્ષવા માટેનું તમામ મટીરીયલ ધરાવે છે. મહાનગર પાલિકા દ્વારા ટૂંક સમયમાં વડોદરા દર્શન બસ સેવા શરૂ થવાના સમાચાર છે, ત્યારે શહેરમાં આજથી 40 વર્ષ પહેલા વડોદરા દર્શનની બસ સેવા મહાનગર પાલિકાએ પૂરી પાડી હતી. સહજપણે યાદ હશે. વિહારીયા નામધારી ટુરિસ્ટ બસ વડોદરાનું આગવું આકર્ષણ હતું. શરૂઆતમાં માત્ર રૂપિયા ચારની ટીકીટમાં આખા વડોદરાનું દર્શન મફત ગાઇડ સેવા સાથે શક્ય હતું. ઇ.એમ.ઇ ટેમ્પલ, સયાજીબાગ, કીર્તિ મંદિર, શ્રી અરવિંદ નિવાસ, મહારાજા ફતેસિંહ મ્યુઝિયમ, બરોડા ડેરી, કુતુબુદ્દીનનો મકબરો જેવા સ્થળોની મુલાકાત લઇ પ્રવાસીઓ અભિભુત થતાં હતા. આજવા ખાતે વૃંદાવન બાગ બન્યા બાદ તો દર શનિ, રવિ અને સોમવારે વડોદરા સાથે આજવા-નિમેટા અને લક્ષ્મી સ્ટુડિયોની સફર માટે લગભગ 15 દિવસ પહેલા લોકો ટીકીટ બુક કરાવતા હતા. પરંતુ બસમાં ગાઇડની સેવા આપનાર લેખકે પણ અનેક દેશી-વિદેશી પ્રવાસીઓને શહેરના ગૌરવવંતા ઇતિહાસ અને ભવ્ય ઇમારતોની યાદગાર સફર કરાવી છે. 30 વર્ષ સુધી સેવા આપ્યા બાદ સેવા બંધ કરાઇ હોવા છતાં જેમને પણ સફર કરી છે, તેઓ તેને ક્યારેય ભૂલ્યાં નથી. શહેરના ખૂણે ખૂણા સાથે કેઇ કેટલીએ યાદો જોડાયેલી છે જે યાદ કરતા સમયની જાહોજલાલી આંખો સામે આજે પણ આવી જાય છે. ટાઇમ મશીન પર બેસીને તે દિવસોને પૂન: જીવિત કરવાની ઇચ્છા સહજપણે થઇ આવે તે સ્વાભાવિક છે.

વિહારિયા નામધારી ટુરિસ્ટ બસ સેવા આગવું આકર્ષણ હતી
અન્ય સમાચારો પણ છે...