• Gujarati News
  • National
  • ગણપતિ વિસર્જનના રૂપિયા ના આપતાં શો રૂમ પર પથ્થરમારો

ગણપતિ વિસર્જનના રૂપિયા ના આપતાં શો રૂમ પર પથ્થરમારો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ફૂટવેરનાવેપારી પાસેથી ગણપતિ વિસર્જન માટે રૂા.2000 આપવાનો ઇન્કાર કરતાં ઉશ્કેરાયેલા શખ્સે ફૂટવેરના શો રૂમ પર પથ્થર મારીને કાચ તોડી નાંખ્યા હતા.

આજવા રોડ પર લકુલેશનગરમાં રહેતા પ્રવીણ ભાઇલાલ સોલંકીએ લકુલેશનગરમાં રહેતા કૃણાલ વાસુદેવ પટણી સામે બાપોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પ્રવીણ સોલંકીએ પોલીસને જણાવ્યું હતું કે કૃણાલે ગણપતિ વિસર્જન માટે તેમની પાસે બળજબરીપૂર્વક રૂા.2000 માંગ્યા હતા પણ તેણે પૈસા આપ્યા હતા. આથી ઉશ્કેરાયેલા કૃણાલે શુક્રવારે રાત્રે પોણા આઠ વાગ્યે તેમના મહાકાળી ફૂટવેર નામના શો રૂમ પર આવીને અપશબ્દોનો મારો ચલાવ્યો હતો અને જાનથી મારી નાંખવાની ધમકી આપી શો રૂમના કાચ પર પથ્થર મારતા કાચ તૂટી ગયો હતો.

ફૂટવેરના વેપારી પાસે ~2000 માગ્યા હતા

અાજવારોડ,લકુલેશનગરમાં બનેલો બનાવ

અન્ય સમાચારો પણ છે...