• Gujarati News
  • National
  • ચોખંડી વિસ્તારમાં યુવતીનો આપઘાત

ચોખંડી વિસ્તારમાં યુવતીનો આપઘાત

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શહેરનાચોખંડી વિસ્તારમાં આવેલ શાક માર્કેટ પાસે રહેતાં આશાબેન ચુનારાને પતિ સાથે ગત તા.8મીના રોજ ઉગ્ર બોલાચાલી થઇ હતી. આથી તેઓએ વ્યથિત થઇ પોતાના ઘરે ઝેરી દવા ગટગટાવીને જીવાદોરી ટુંકાવી નાખવાનો પ્રયાસ કર્યો હતો. તાત્કાલિક સારવાર અર્થે શહેરની સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવેલાં આશાબેનનું આજે મોત થયું હતું. બનાવ અંગે વાડી પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી હતી. પતિ શાકભાજીનો વ્યવસાય કરતો હોવાથી પૈસા બાબતે બોલાચાલી થયાનું પોલીસની તપાસમાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...