તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • ગણપતિનો ફાળા માગવા મામલે અદાવત રાખી તલવારથી હુમલો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગણપતિનો ફાળા માગવા મામલે અદાવત રાખી તલવારથી હુમલો

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
શહેરનાતરસાલી વિસ્તારના વિશાલનગરમાં ગણપતિના ફાળાના મુદ્દે અદાવતમાં બે જૂથ વચ્ચે તલવારો ઉછળી હતી. મામલે સામસામી પોલીસ ફરિયાદ થતાં પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી.

તરસાલી વિશાલનગરમાં રહેતા મિતેશ વિઠ્ઠલરાવ ગાયકવાડે ત્યાં રહેતા નેહલ પ્રદીપ ભોસલે અને રુષભ પ્રદીપ ભોસલે સામે મકરપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી કે બંને ભાઇઓએ તેમની પાસે ગણપતિ માટે 1000 રૂપિયાનો ફાળો માંગ્યો હતો પણ મારી પાસે પૈસા ના હોવાનું જણાવતાં બંને જતા રહ્યા હતા અને જતાં જતાં ગણપતિ વિસર્જનના દિવસે જોઇ લઇશું તેવી ધમકી પણ આપી હતી. દરમિયાન રવિવારે સાંજે સાડા સાત વાગ્યાના અરસામાં તેઓ પોતાના ઘેર બેસાડેલ નાના ગણપતિનું વિસર્જન કરીને ઘેર પરત આવતા હતા, ત્યારે બંને ભાઇઓ તલવાર લઇને ધસી આવ્યા હતા અને તલવાર ઝીંકી દેતાં મિતેશને કાન પર ઇજા પહોંચી હતી.

જ્યારે સામે પક્ષે પ્રદીપ બાબુરાવ ભોસલેએ પણ ફરિયાદ નોંધાવી હતી કે વિશાલનગરમાં રહેતા બાલો ગાયકવાડ, આનંદ ગાયકવાડ, સંદીપ બાગુલ ઉર્ફે બબલુ અને દિનુ ઉર્ફે દિનેશ સોનવણેએ રાત્રે અગાઉ થયેલા ઝઘડાની અદાવત રાખીને તેમના ઘેર ધસી આવી તલવાર વડે હુમલો કર્યો હતો, જેથી પ્રદીપ ભોસલેને જમણા હાથે ઇજા પહોંચી હતી.પ્રદીપની પુત્રીને પણ તલવારથી ઇજા પહોંચી હતી, જ્યારે પ્રદીપની પત્ની પર પણ પાઇપથી હુમલો કરાયો હતો. પોલીસે મામલે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી.

તરસાલી વિસ્તારના વિશાલનગર પાસે બે જૂથ વચ્ચે મારામારી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો