તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પોલીસવાનની અડફેટે યુવાન ઘાયલ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અકોટાદાંડીયા બજાર બ્રિજ પર સોમવારે રાત્રે ડિવાઇડર ઓળંગી રહેલા યુવાનને પોલીસવાને અડફેટમાં લેતા લોહીલુહાણ થઇ ગયો હતો.

સોમવારે રાત્રે શહેરના અકોટા દાંડીયા બજાર બ્રિજના રસ્તા પર રાજેશ કાર્તીકભાઇ નામનો યુવાન ડિવાઇડર ઓળંગીને રસ્તો ક્રોસ કરી રહ્યો હતો, ત્યારે પોલીસની વાને રાજેશને અડફેટમાં લઇ લીધો હતો. ઘટનાના પગલે લોકો મોટી સંખ્યામાં એકત્ર થઇ ગયા હતા અને 108 દ્વારા રાજેશને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં લઇ જવાયો હતો. ઘટનાની જાણ થતાં રાવપુરા પોલીસે ટોળું વિખેરી કાઢયુ હતું. સારવાર માટે લઇ જવાયેલા રાજેશની હાલત સુધારાજનક હોવાનું હોસ્પિટલમાંથી જાણવા મળ્યુ હતું. રાજેશની પ્રાથમિક તપાસમાં તેણે નશો કર્યો હોવાનું બહાર આવ્યુ હતું.

સોમવારે રાત્રે અકોટા દાંડિયા બજાર બ્રિજ પર ટોળાં ઉમટયા

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

    વધુ વાંચો