તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • 20 ના.મામલતદારની બદલી અને 2 સામે ખાતાકીય તપાસ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

20 ના.મામલતદારની બદલી અને 2 સામે ખાતાકીય તપાસ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
જિ.માં મહેસૂલી, પોલીસ, પંચા.માં પારદર્શિતા માટે પગલાં

તલાટીથીસચિવાલય સુધી ભ્રષ્ટાચારમુક્ત કરવા માટે કડક પગલાં લેવાઇ રહ્યાં હોવાનું જણાવીને કલેક્ટર લોચન સેહરાએ જિલ્લા મહેસૂલી તંત્રમાં 20 નાયબ મામલતદાર અને 17 ક્લાર્કની તાલુકા કક્ષાએ બદલી કરી છે. કલેક્ટરે જણાવ્યું હતું કે, બે નાયબ મામલતદારો સામે ખાતાકિય તપાસ ઉપરાંત જિલ્લા પોલીસ તંત્રમાં એક પોલીસ કોન્સ્ટેબલ અને એક ક્લાર્ક સામે ખાતાકીય તપાસ શરૂ કરાઇ છે.

જિલ્લા કલેક્ટર લોચન સેહરાએ જણાવ્યું હતું કે જિલ્લા પ્રશાસનમાં પારદર્શિતા માટે કડક પગલાં ભરાઇ રહ્યાં છે, જેમાં શહેરમાં પ્રતિનિયુક્તિ પર ફરજ બજાવતા 24 તલાટીઓને પંચાયત હસ્તક મૂકવામાં આવ્યા છે. જિલ્લા પોલીસ તંત્રમાં ચાર પીઆઇ અને નવ પીએસઆઇની બદલી કરાઇ છે. જિલ્લા પંચાયત પ્રશાનનમાં એક તલાટીને નાણાંકીય ગેરરીતિ, એક તલાટીને બરતરફ અને એક તલાટીને સસ્પેન્ડ કરાયા છે.આઠ તલાટીઓની બદલી કરાઇ છે અને 24 સિટી તલાટીઓને પ્રતિનિયુક્તિ પરથી પંચાયત હસ્તક લેવાયા છે.

પંચાયત વિભાગમાં ફરજ બજાવી રહેલા એક વર્કચાર્જ આસિસ્ટન્ટને સસ્પેન્ડ ઉપરાંત એક આસિસ્ટન્ટ એન્જિનિયરને સસ્પેન્ડ કરાયા છે. તાલુકા પંચાયતમાં એક એસ.ઓની બદલી અને એક ટીપીઇઓની ગ્રામ વિકાસ એજન્સીમાં બદલી કરાઇ છે. એક એમઆઇએસ, એક ગ્રામ સેવક અને એક એસબીએમ એન્જિનિયર તથા એક એસબીએ બ્લોક કોઓર્ડિનેટર સામે ફરિયાદ કરાઇ છે. સાત જેટલા ગ્રામ રોજગાર સેવકોની પણ બદલી કરાઇ હોવાનું કલેક્ટરે જણાવ્યું હતું.

અત્રે ઉલ્લેખનિય છે કે કલેક્ટર લોચન સેહરાએ જિલ્લા મહેસૂલી તંત્રમાં 20 નાયબ મામલતદાર અને 17 ક્લાર્કની તાલુકા કક્ષાએ બદલી કરતાંં વિભાગમાં ભારે ચર્ચા થઈ હતી. કલેક્ટર સેહરાએ જણાવ્યું હતું કે, બે નાયબ મામલતદારો સામે ખાતાકિય તપાસ ઉપરાંત જિલ્લા પોલીસ તંત્રમાં એક પોલીસ કોન્સ્ટેબલ અને એક ક્લાર્ક સામે ખાતાકીય તપાસ શરૂ કરાઇ છે.

17 ક્લાર્કની પણ તાલુકા કક્ષાએ બદલી કરાઈ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો