તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • મોહનથાળના સંચાલક સામેની વધુ તપાસ હવે ACPને સોંપાઇ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મોહનથાળના સંચાલક સામેની વધુ તપાસ હવે ACPને સોંપાઇ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મોહનથાળઅને મઢુલી રેસ્ટોરન્ટના સંચાલક મહેન્દ્રસિંહ જાડેજાએ આરટીઓમાં નોકરી અપાવવાના બહાને રૂા. 3 લાખની ઠગાઇ કરી હોવાની ફરિયાદ ઉપરાંત 4 લાકોને લાખો રૂપિયાનો ચૂનો ચોપડ્યો હોવાની પોલીસ સ્ટેશનમાં અરજી થઇ હોવા છતાં પોલીસ તપાસ ઠેરની ઠેર છે. પોલીસ અધિકારીઓ સાથે ઘરોબો ધરાવતા જાડેજા સામેની તપાસમાં નોંધપાત્ર કાર્યવાહી થતાં આખરે તપાસ એસીપી ચાવડાને સોંપાઇ છે. 4 દિવસમાં ત્રીજા અધિકારીને તપાસ સોંપાતાં અનેકવિધ શંકાકુશંકા ઉભી થઇ છે.

ગોત્રીમાં રહેતો મહેન્દ્રસિંહ જાડેજા સેવાસી રોડ પર મઢુલી અને નટુભાઇ સર્કલ પાસેની મોહનથાળનું સંચાલન કરે છે. તેણે આરટીઓમાં નોકરી આપવાના બહાને કચ્છ ગાંધીધામના યુવક પાસેથી ~3 લાખ લઇ ઠગાઇ કરી હતી. મામલે SCST સેલના ACPને તપાસ સોંપાઇ હતી. બીજી તરફ મહેન્દ્રસિંહ સામેની તપાસ ACP એ.પી. જાડેજાને સોંપાઇ હતી. જે હવે ACP જે.એમ. ચાવડાને સોંપી છે.

ફરિયાદના 4 દિવસમાં ત્રીજા તપાસ અધિકારી બદલાયા

નોકરી અપાવવાના બહાને ~3 લાખની ઠગાઇની ફરિયાદ હતી

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

    વધુ વાંચો