તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગોરવામાં યુવતીએ ગળાફાંસો ખાધો

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
શહેરનાગોરવા સ્લમ ક્વાર્ટર્સમાં રહેતા અને મોચીકામ કરતા પરિવારની 20 વર્ષયી પુત્રીએ ગઇકાલે પોતાના ઘરે ગળાફાંસો ખાઇ જીવાદોરી ટૂંકાવી નાંખતાં ચકચાર મચી હતી.

શહેરના ગોરવા વિસ્તારમાં આવેલા સ્લમ ક્વાર્ટર્સમાં રહેતા આનંદરાવ સોનવણે મોચીકામ કરી જીવન ગુજારે છે. તેમની પુત્રી મુબઇ ખાતે ભણવા માટે સંબંધી પાસે રહેતી હતી. ધો.12 પાસ કરી પાંચ મહિના અગાઉ અત્રે આવેલી સપનાએ ગઇ કાલે પરિવાર સત્યનારાયણની કથામાં ગયો હતો તે દરમિયાન પોતે ગળાફાંસો ખાઇ જીવનનો અંત આણ્યો હતો. તેની માસીનો પુત્ર તેને કથા માટે બોલાવવા આવતાં તેણે બહેન સપનાને આપઘાત કરેલી હાલતમાં જોતાં તેણે ગોરવા પોલીસને જાણ કરી હતી. કિશોરીના ગળાફાસોના બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો