તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • મોડી રાત્રે આમલેટની લારીવાળા પર હુમલો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મોડી રાત્રે આમલેટની લારીવાળા પર હુમલો

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
તાંદલજામોમીન પાર્કમાં રહેતા અસ્પાક આરીફ પઠાણ સનફાર્મા ત્રણ રસ્તા પાસે આમલેટની લારી ચલાવે છે. રવિવારે રાત્રે 11:30 વાગ્યાના સુમારે તે લારી બંધ કરી રહ્યો હતો ત્યારે તાંદલજા નુરજહા પાર્કમાં રહેતો તોફીક નાસીરમિયા શેખ અને તુહરા પાર્કનો મોહમદખીજર ઉસ્માન રાઠોડ તેમજ અન્ય એક શખ્સ કાર લઇને લારી પર આવ્યા હતા. ત્રણેએ અસ્પાકને આમલેટ બનાવવાનું કહ્યું હતું. બંધનો સમય થઇ ગયો હોઇ અસ્પાકે આમલેટ બનાવવાની ના પાડી દીધી હતી. જેના કારણે ત્રણે શખ્સો ઉશ્કેરાઇ ગયા હતા. ત્રણેએ ઝપાઝપી કર્યા બાદ મોહમદખીજર અને અન્ય એક શખ્સે અસ્પાકને પકડી રાખ્યો હતો જ્યારે તોફીકે લારી પરથી શાક સમારવાની છરી લઇ હુમલો કર્યો હતો. હુમલામાં ઇજાગ્રસ્ત લારીવાળાએ જેપી રોડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરતાં પોલીસે ત્રણ હુમલાખોરો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો