તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • વડોદરા હાલોલનો સર્વિસ રોડ બંધ થતાં ટોલનાકા પર હોબાળો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વડોદરા-હાલોલનો સર્વિસ રોડ બંધ થતાં ટોલનાકા પર હોબાળો

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ટ્રાન્સપોર્ટ રિપોર્ટર|વડોદરા

વડોદરાથીહાલોલ ટોલનાકા પર આજે સવારે સર્વિસ રોડ બંધ કરવામાં આવતાં મુસાફરોએ હોબાળો મચાવ્યો હતો. કોઇપણ જાહેરનામા વગર અચાનક સર્વિસ રોડ બંધ કર્યાનો અને કોમર્સીયલ વાહનો પાસે ટોલ ટેક્ષ ઉધરાવતા હોવલાને પગલે હાલોલોના રહીશે પોલીસને જાણ કરતા આખરે મામલો થાળે પડ્યો હતો.

હાલોલ ખાતે સ્ટેશન રોડ પર રહેતા અમરદિપ ઠાકોરનો આઇસર ટેમ્પો આજે સવારે હાલોલ ટોલનાકા પર સર્વિસ રોડ પરથી પસાર થતો હતો.તે સમયે ટોલનાકા પર તેને અટકાવવામાં આવ્યો હતો. સર્વિસ રોડ પર ટોલટેક્ષ માંગવામાં આવતા હોબાલો મચ્યો હતો. સર્વિસ રોડ પર ટોલ ટેક્ષ ઉધરાવવાની મનાઇ છે. ત્યારે કોઇપણ જાતના જાહેરનામા વગર જબરજસ્તી ટોલ ઉધરાવવામાં આવી રહ્યોનો આક્ષેપ અમરદીપભાઇએ કર્યો હતો.

બનાવને પગલે તેમણે પોલીસને જાણ કરતાં ઘટના સ્થળે ધસી આવેલા હરણી પોલીસે મામલો થાળે પાડ્યો હતો. આખરે એક વાગે તેમના વાહનને જવા દેવામાં આવ્યું હતું. હરણી ટોલનાકાના મેનેજર દેવેન્દ્ર પાલે જણાવ્યું હતું કે અમે સર્વિસ રોડ બંધ કર્યો નથી. “કમર્શિયલ વાહનો સર્વિસ રોડ પરથી જાય છે તેમને અટકાવ્યો હતો. લોકલ વાહનો અને ટ્રિપ અંગે કોઇ પ્રશ્ન નથી. અચાનક સર્વિસ રોડ બંધ કર્યાનો અને કોમર્સીયલ વાહનો પાસે ટોલ ટેક્ષ ઉધરાવતા સ્થાનિક રહિશોનો આક્રોશ ભભુકી ઉઠ્યો હતો.

અંતે પોલીસે સ્થળ પર જઇ મામલો થાળે પડ્યો

જાહેરનામા વગર સર્વિસ રોડ બંધ કર્યાે

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

  વધુ વાંચો