તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • સંત મધર ટેરેસાએ સેવાકાર્યોથી માનવતાની સુવાસ પ્રસરાવી હતી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સંત મધર ટેરેસાએ સેવાકાર્યોથી માનવતાની સુવાસ પ્રસરાવી હતી

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
દયામૂર્તિમધર ટેરેસાને સંતત્વ પ્રદાન કરાયા બાદ વડોદરામાં સોમવારે સાંજે સંત મધર ટેરેસાને ભાવાંજલિ અર્પણ કરવાનો કાર્યક્રમ પ્રતાપગંજ ખાતે રોઝરી સ્કૂલ ખાતે યોજાયો હતો. કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા મહાનુભાવો તેમજ ધર્મગુરુઓએ સંત મધર ટેરેસાના સેવાકાર્યોની પ્રશંસા કરી હતી.

કેથોલિક ડિઓસીઝ ઓફ બરોડા અને મિશનરીઝ ઓફ ચેરિટીના ઉપક્રમે સોમવારે સાંજે 6 કલાકે રોઝરી સ્કૂલ ખાતે સંત મધર ટેરેસાને ભાવાંજલિ અર્પણ કરવાના કાર્યક્રમનું આયોજન કરાયું હતું. રાજમાતા શુભાંગીની રાજે ગાયકવાડની ઉપસ્થિતિમાં યોજાયેલા કાર્યક્રમમાં કોન્વેન્ટ સ્કૂલ તેમજ મધર ટેરેસા આશ્રમના બાળકોએ પ્રાર્થના નૃત્ય દ્વારા કાર્યક્રમનો પ્રારંભ કરાવ્યો હતો.

મેયર ભરત ડાંગરે ભાવાંજલિ અર્પણ કરતાં કહ્યું હતું કે, મધર ટેરેસાને સંત જાહેર કર્યા બાદ આયોજિત કાર્યક્રમમાં સહભાગી થવા બદલ ગૌરવ અનુભવું છું. મધર ટેરેસાએ આજીવન સેવાકાર્ય કર્યું હતું. નાતજાતના ભેદભાવ વગર તેમને સેવાકાર્ય કરીને માનવતાની સુવાસ પ્રસરાવી હતી.

રામકૃષ્ણ મિશન વિવેકાનંદ મેમોરિયલના સચિવ સ્વામી નિખિલેશ્વરાનંદજીએ મધર ટેરેસાને દયામૂર્તિ લેખાવી તેમના કાર્યો નાતજાતથી પર હતા તેમ જણાવ્યું હતું. બિશપ સ્ટેનીએ તેમના વકતવ્યમાં જણાવ્યું હતું કે, પ્રભુએ મધર ટેરેસા રૂપી દયામૂર્તિને આપણી વચ્ચે મોકલ્યા તે માટે આપણે ખરેખર પ્રભુનો આભાર માનવો જોઇએ. મધર ટેરેસાનું જીવન અને કાર્યો આપણા સૌ માટે પ્રેરણારૂપ છે. કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા મહાનુભાવો તેમજ ધર્મગુરુઓએ સંત મધર ટેરેસાના સેવાકાર્યોની પ્રશંસા કરી હતી.

આગેવાનોએ મધર ટેરેસાનું જીવન -કાર્યો પ્રેરણારૂપ ગણાવ્યાં

વડોદરામાં સંત મધર ટેરેસાને ભાવાંજલિનો કાર્યક્રમ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો