તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • સૌથી વધુ વડોદરા રેન્જમાં દેશી દારૂના 919 કેસ થયા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સૌથી વધુ વડોદરા રેન્જમાં દેશી દારૂના 919 કેસ થયા

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સુરતમાં લઠ્ઠાકાંડના કારણે 20 લોકોના મોત થતાં સરકારે દેશી દારૂના અડ્ડાઓ બંધ કરાવવા પોલીસને સૂચના આપી હતી. પોલીસે રાજ્યભરમાં દારૂના અડ્ડાઓ ઉપર રેડ કરી 4387 બુટલેગરોને રૂ. 5.48 લાખની કિંમતનો 27074 લિટર દેશી દારૂ સાથે ઝડપી લીધા છે. રેડ દરમિયાન ભાગી ગયેલા 1586 બુટલેગરો પકડવા પોલીસે કવાયત હાથ ધરી છે. પોલીસની રેડ દરમિયાન ગાંધીનગર શહેરમાં સૌથી વધુ 374 કેસ નોંધાયા છે. જેમાં 339 બુટલેગરો 3630 લિટર દેશી દારૂ સાથે ઝડપાયા છે.

રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ દારૂબંધીનો કડક અમલ કરવાની સૂચના પોલીસ વડા પૃથ્વીપાલ પાન્ડેયને આપી હતી. જેને ધ્યાને રાખી પોલીસે રેન્જ વાઇઝ રાજ્યના 40 જિલ્લાઓમાં રેડ કરીને કુલ 4624 કેસ કર્યા છે. જેમાં સૌથી વધુ કેસ વડોદરા રેન્જમાં 919 કેસ કરી 729 બુટલેગરોને 2813 લિટર દેશી દારૂ સાથે ઝડપી લીધા છે. સુરત રેન્જમાં 805 કેસ કરી 805 આરોપીઓને 5381 લિટર દેશી દારૂ સાથે ઝડપી લીધા છે. ત્રીજા નંબરે ગાંધીનગર રેન્જમાં 651 કેસ કરી 339 બુટલેગરોને 1946 દેશી દારૂ સાથે ઝડપી લીધા છે. જ્યારે અમદાવાદ રેન્જમાં 581 કેસ કરી 504 બુટલેગરોને 3630 લિટર દેશી દારૂ સાથે ઝડપાયા છે.

સૌથી ઓછા 374 કેસ ગાંધીનગર શહેરમાં

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો