તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • ગોરવામાં કારચાલકે 5 ગાય અને યુવકને કચડ્યાં

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગોરવામાં કારચાલકે 5 ગાય અને યુવકને કચડ્યાં

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ગોરવાપંચવટી પાસે શનિવારે મોડી રાત્રે અંદાજે 120 કિમીની સ્પીડે દોડતી કારના ચાલકે પાંચ ગાય એક નિદ્રાધીન યુવક અને પાર્ક કરેલી કારને અડફેટે લીધી હતી. જેમાં પાંચ ગાયનાં ફુરચા ઉડી જતાં મોત થયા હતાં. જ્યારે યુવાન અને કારના ચાલકને ઇજા પહોંચી હતી.

ઊંડેરાથી ગોરવા તરફ ગત મોડી રાત્રે અંદાજે 2:10 મિનિટે પુર ઝડપે દોડતી શ્રીજી ટ્રાવેલ્સની ઇટીયોઝ કારના ચાલકે રોડ પર બેઠેલી ચાર ગાય અને એક વાછરડાનો કચ્ચરઘાણ કાઢયો હતો. ત્યારબાદ કાર બે વાર પલટી ખાઇ અંદાજે 300 મીટર ખેંચાઇ હતી. જ્યાં લારીમાં સૂતેલા 16 વર્ષીય યુવાન રાહુલ રજતની લારીને ટક્કર મારતાં યુવાન ફંગોળાઇને ગેરેજ માટે બનાવેલા ખાડામાં પટકાયો હતો. તેમજ ખ્વાજા મોટર ગેરેજ પાસે પાર્ક કરેલી વાનને ટક્કર મારી અટકી હતી. અકસ્માતને પગલે દોડી આવેલા નાગરિકોએ ઇજાગ્રસ્ત યુવાન અને કાર ચાલકને 108 દ્વારા ગોત્રી હોસ્પિટલ ખાતે ખસેડ્યા હતા. કારચાલકને માથામાં ગંભીર ઇજા પહોંચી હતી. પોલીસે શ્રીજી ટ્રાવેલ્સના માલિક મનીષ ભાવસારની ફરિયાદના આધારે ડ્રાઇવર બબલુ રણજિત રાઠોડ (રહે.મધુનગર, ગોરવા ) વિરુધ્ધ ગુનો દાખલ કર્યો છે.

કારચાલકનો આલ્કોહોલ રિપોર્ટ કઢાવવા દોડધામ

કારચાલક બબલુ રાઠોડને ગોત્રી અને ત્યારબાદ સયાજી હોસ્પિટલમાં ખસેડાયો હતો. પરંતુ બન્ને જગ્યાએ પોલીસ દ્વારા કાર ચાલકે દારૂ પીધો હોવાની ચકાસણી કરવામાં આવી નહોતી. કારચાલકનાે આલ્કોહોલ રિપોર્ટ કઢાવવા કોન્સ્ટેબલને અમદાવાદ મોકલ્યો હોવાનું તપાસ અધિકારીએ જણાવ્યું હતું.

પોલીસ દ્વારા ભીનું સંકેલવાનો પ્રયાસ

લોકોનો આક્ષેપ, કારમાં દારૂની બોટલ હતી

જવાહર નગર પોલીસ દ્વારા ફરિયાદનું સ્થળ સયાજી હોસ્પિટલ બતાવવામાં આવ્યું છે. જ્યારે ઇજાગ્રસ્તને સયાજી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવ્યાની કોઇ એન્ટ્રી નથી. નાઇટ ડ્યૂટીમાં હાજર તબીબ મુજબ કોઇ એન્ટ્રી નથી.

સ્થાનિક દુકાનદાર ,ગેરેજ માલિક અને ઇજાગ્રસ્ત યુવાનના પરિવાર દ્વારા જણાવ્યા મુજબ અકસ્માત કરનાર કારમાં 3 લોકો હતા. જેઓ દારૂ પીધેલા હતા. જે પૈકી બે વ્યક્તિ ભાગી ગઈ હતી. જોકે પોલીસે વિષય તપાસનો હોવાનું જણાવ્યું હતું.

હું લારીમાંથી ઉછળી ખાડામાં પડ્યો

^કાલે રાત્રે હું ઘરની બહાર લારીમાં સૂતો હતો. અચાનક લારીને જોરદાર ટક્કર વાગતાં હું બાજુમાં ગેરેજના ખાડામાં ફંગોળાયો હતો. મને થોડીવાર સમજ પડી નહોતી,કે શું થયું છે. મારા બન્ને હાથે ફ્રેકચર થયું છે. > રાહુલરજત, ઇજાગ્રસ્ત

{ ગાય અને યુવકને અડફેટે લીધા બાદ કાર બે વાર પલટી ખાઇ ગઇ { કારમાં 3 યુવકો હોવાની ચર્ચા, ડ્રાઇવરને ગંભીર ઇજા

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો