તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મરે અને સોરેસ ચેમ્પિયન

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ક્રેબર યુએસ ઓપનની નવી ક્વિન

વર્તમાનસિઝનમાં પોતાના જાદુઇ પ્રદર્શનને જારી રાખનાર જર્મનીની એન્જલિક ક્રેબરે અહીં રમાયેલી યુએસ ઓપન ગ્રાન્ડસ્લેમ ટેનિસ ટૂર્નામેન્ટની વિમેન્સ સિંગલ્સની ફાઇનલમાં ચેક રિપબ્લિકની કેરોલિના પ્લિસકોવાને હરાવીને ટાઇટલ જીતવા ઉપરાંત ડબ્લ્યૂટીએ વર્લ્ડ રેન્કિંગમાં નંબર-1નો તાજ પણ હાંસલ કરી લીધો હતો. શક્તિશાળી સર્વિસ તથા ધમાકેદાર ગ્રાઉન્ડ શોટ્સ રમનાર પ્લિસકોવાને ક્રેબરે ફાઇનલમાં 6-3, 4-6, 6-4થી હરાવી હતી. ક્રેબરે કારકિર્દીમાં ચાલુ વર્ષની શરૂઆતમાં જાન્યુઆરીમાં ઓસ્ટ્રેલિયન ઓપનનું ટાઇટલ પણ જીત્યું હતું. સાથે 1996માં સ્ટેફી ગ્રાફ બાદ યુએસ ઓપન જીતનાર ક્રેબર જર્મનીની પ્રથમ ખેલાડી બની ગઇ છે. નોંધનીય છે કે ઓસ્ટ્રેલિયન ઓપનની ફાઇનલમાં પણ ક્રેબરે સેરેના વિલિયમ્સને પરાજય આપ્યો હતો. 2011માં કારકિર્દીનો પ્રારંભ કરનાર ક્રેબર પાંચ વર્ષ પહેલાં 92મી ક્રમાંકિત ખેલાડી તરીકે પ્રથમ વખત ગ્રાન્ડસ્લેમની સેમિફાઇનલમાં પહોંચી હતી.

યુએસ ઓપન ગ્રાન્ડસ્લેમમાં વિલિયમ્સ બહેનો વિનસ તથા સેરેનાને પરાસ્ત કરનાર પ્લિસકોવા તેના શાનદાર પ્રદર્શનનું પુનરાવર્તન કરી શકી નહોતી. ક્રેબરે ફાઇનલની નબળી શરૂઆત કરી હતી અને તેણે પ્રથમ સેટમાં ત્રણ વખત સર્વિસ ગુમાવી હતી. જોકે તેણે તાત્કાલિક રિધમ હાંસલ કરીને માત્ર ત્રણ સામાન્ય ભૂલો સાથે સેટને 6-3થી જીતી લીધો હતો.

બીજા સેટમાં પ્લિસકોવાએ વળતો પ્રહાર કર્યો હતો અને નેટ્સ ઉપર 14માંથી 13 પોઇન્ટ હાંસલ કર્યા હતા. તેણે પોતાની પ્રથમ સર્વિસ પર 90 ટકા પોઇન્ટ હાંસલ કરીને 16 વર્ષના ગાળામાં પ્રથમ વખત વિમેન્સ સિંગલ્સની ફાઇનલને ટાઇબ્રેકરમાં પહોંચાડી દીધી હતી. 24 વર્ષિય ચેક ખેલાડીએ ત્રીજા સેટની શરૂઆતમાં ક્રેબરની સર્વિસ તોડી હતી પરંતુ જર્મન ખેલાડીએ રિટર્નમાં વધારે સારી રમત દાખવી હતી. એક સમયે સ્કોર 3-3થી સરભર હતો પરંતુ લગભગ બે કલાક કરતાં વધારે સમય રમવાના કારણે પ્લિસકોવાની અેનર્જી ખૂટી ગઇ હતી અને તેણે સતત ત્રણ અનફોર્સ એરર કરતાં ક્રેબરે ટાઇટલ પોતાના નામે કરી લીધું હતું.

વિમેન્સ સિંગલ્સની સેમિફાઇનલમાં ક્રેબરે ડેનમાર્કની વોઝનિયાકીને 6-4, 6-3થી હરાવીને ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો અને સાથે તે સેરેનાને હટાવીને નંબર-1 ખેલાડી બની ગઇ હતી. ક્રેબર ચાલુ વર્ષે વિમ્બલડન ગ્રાન્ડસ્લેમમાં રનર્સ-અપ બની હતી. પ્લિસસોવા સેરેનાને 6-2, 7-6 (7-5)થી હરાવીને ફાઇનલમાં પ્રવેશી હતી. ડબ્લ્યૂટીએ રેન્કિંગમાં પ્લિસસોવાને ફાયદો થયો છે અને તે હવે છઠ્ઠા ક્રમે પહોંચી ગઇ છે.

ફાઇનલમાં હારવાનો કોઇ અફસોસ નથી : પ્લિસકોવા

ક્રેબરસામે ટાઇટલ મુકાબલો હાર્યા બાદ ચેક રિપબ્લિકની પ્લિસકોવાએ જણાવ્યું હતું કે હું કારકિર્દીમાં પ્રથમ વખત ફાઇનલ રમી છું તેથી મને હારવાનો કોઇ અફસોસ થતો નથી. ક્રેબરને મારા કરતાં ગ્રાન્ડસ્લેમની ફાઇનલમાં રમવાનો ‌વધારે સારો અનુભવ છે અને ફાઇનલમાં બાબતે ઘણો ફરક દર્શાવ્યો હતો.

12

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો