તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • ભાયલીમાં દેશીદારૂના બૂટલેગરો સામે નિષ્ક્રિય એએસઆઇ સસ્પેન્ડ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભાયલીમાં દેશીદારૂના બૂટલેગરો સામે નિષ્ક્રિય એએસઆઇ સસ્પેન્ડ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
વડોદરાતાલુકાના ભાયલી ખાતે દેશીદારૂના બૂટલેગરો સામે કાર્યવાહી કરવાની સૂચના આપવા છતાં બીટ જમાદાર નિષ્ક્રિય રહ્યા હતાં. ડીએસપીની સૂચનાથી એક દિવસમાં દારૂના 10 કેસ થતાં એએસઆઇને સસ્પેન્ડ કરવાનો હુકમ કર્યો છે.

સુરતમાં લઠ્ઠાકાંડના પગલે વડોદરા જિલ્લામાં પણ દેશીદારૂના બૂટલેગરો સામે પોલીસે લાલઆંખ કરી છે. જોકે સુરતના લઠ્ઠાકાંડ પૂર્વે ડીએસપીને ભાયલીમાં દેશીદારૂના બૂટલેગરો બેફામ બન્યા હોવાની રજૂઆતો મળતાં તેમણે બીટ જમાદાર એએસઆઇ હસમુખ રાવને કાર્યવાહી કરવા સૂચના આપી હતી. ડીએસપીના અાદેશ બાદ પણ એઅસઆઇએ બૂટલેગરો સામે નોંધપાત્ર કાર્યવાહી કરતાં તેમણે એલસીબી પીઆઇને સૂચના આપી હતી. એલસીબીની ટીમે એક દિવસમાં દારુની હેરાફેરી કરતા 10 બૂટલેગરો સામે ગુનો નોંધી કાર્યવાહી કરી હતી. જેના પગલે ડીએસપીએ ફરજમાં નિષ્ક્રીય એએસઆઇ હસમુખ રાવને સસ્પેન્ડ કરવાનો હુકમ કર્યો છે.

બૂટલેગરો સામે કાર્યવાહી કરવા સૂચના આપી હતી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

  વધુ વાંચો