તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • રેતીની ટ્રક પસાર કરવા નાણાં માગ્યાં

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રેતીની ટ્રક પસાર કરવા નાણાં માગ્યાં

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ત્રણ વર્ષે રિપોર્ટ આવતાં ACBએ ગુનો દાખલ કર્યો

2013નાવર્ષમાં રેતીની ટ્રક પસાર થવા દેવાના મામલે ટ્રક માલિક પાસેથી 11,000 રૂપિયાની લાંચની માંગણી કરનારા નસવાડી પોલીસ સ્ટેશનના તત્કાલીન એએસઆઇ સામે એસીબીએ ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. એએસઆઇ સાથે થયેલી વાતચીતનું રેકોર્ડિંગ મોકલીને એસીબીમાં ફરિયાદ કરાતાં એસીબીએ વોઇસ સ્પેક્ટોગ્રાફી કરાવી હતી અને વોઇસ સેમ્પલ એફએસએલમાં મોકલાતાં પોઝિટિવ રિપોર્ટ આવ્યો હતો, જેથી ગુનો નોંધવામાં આવ્યો હતો.

એસીબીના આસિ.ડાઇરેકટર પી.આર.ગેલોટે જણાવ્યું હતું કે 2013ના વર્ષમાં નસવાડી પોલીસ સ્ટેશનમાં રેતી ભરેલી ટ્રક પકડાઇ હતી અને ત્યાર બાદ એએસઆઇ કાલિદાસ મથુર રાઠવાએ ટ્રકને તે રસ્તા પર પસાર કરવી હોય તો દર મહિને 12,000 રૂપિયાની માંગ કરી હતી પણ ત્યાર બાદ 11,000 રૂપિયામાં નક્કી થયું હતું. એસીબીના જણાવ્યા મુજબ એએસઆઇ સાથે થયેલી વાતચીતનું રાજેશ રામાણીએ રેકોર્ડિંગ કરી લીધું હતું. રેકોર્ડિંગ કર્યા બાદ એસીબીમાં ફરિયાદ કરાતાં એસીબીએ વોઇસ સેમ્પલ મેળવીને ગાંધીનગર એફએસએલમાં પરીક્ષણ માટે મોકલ્યું હતું. જોકે વોઇસ સેમ્પલનો રિપોર્ટ પોઝિટિવ આવતાં આખરે એએસઆઇ કાલિદાસ મથુર રાઠવા સામે એસીબીમાં ગુનો નોંધવામાં આવ્યો હતો. એસીબીએ મામલે વધુ તપાસ શરૂ કરી હતી.

ASIનો વોઇસ સેમ્પલ રિપોર્ટ પોઝિટિવ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારો મોટાભાગનો સમય પરિવાર તથા ફાયનાન્સ સાથે જોડાયેલાં કાર્યોમાં પસાર થશે અને પોઝિટિવ પરિણામો પણ સામે આવશે. કોઇપણ પરેશાનીમાં નજીકના સંબંધીનો સહયોગ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવઃ...

  વધુ વાંચો