તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • આજવા રોડ વિસ્તારમાં સફાઈ સેવકો પર હુમલો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આજવા રોડ વિસ્તારમાં સફાઈ સેવકો પર હુમલો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરા | વિક્રમભાઈરમેશભાઈ સોલંકી (ઉ.વ.27,રહે-સાઈટ એન્ડ સર્વીસ મહોલ્લો, એકતાનગર, આજવા રોડ,વડોદરા)અને અન્યબે સફાઈસેવકો સફાઈ કરી રહયા હતા,ત્યારે ગજાનંદ પાર્ક સોસાયટી(,મહાવીર હોલ પાસે,આજવા રોડ)માં રહેતાં વી.એ મ.બહ્મભટ્ટે તેમના કંપાઉન્ડમાં કચરો લેવા બોલાવ્યા હતા.અને અપશબ્દો સાથે કહ્યું હતું કે દિવસે કચરો લેવા કેમ નથી આવતા આમ કહી વિક્રમ સોલંકીના સાથી કર્મીને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.આ ઉપરાંત વિક્રમ સોલંકીને બે ત્રણ લાફા મારી દીધા હતા.તેમજ જાતી વિરુધ્દ અને અપમાનીત શબ્દો કહયા હતા.આટલેથી અટકી અન્ય એક સફાઈ સેવકને લાકડી વડે હુમલો કર્યો હતો.વિક્રમ સોલંકીએ ફરીયાદ કરતાં બાપોદ પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

    વધુ વાંચો