તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • શહેરમાં દેશી દારૂનાં પોટલાં રસ્તા પર રઝળ્યાં અને લોકોએ દારૂ લૂંટ્યો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શહેરમાં દેશી દારૂનાં પોટલાં રસ્તા પર રઝળ્યાં અને લોકોએ દારૂ લૂંટ્યો

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
શહેરનાજૂની ગઢી વિસ્તારના શ્રીજી વિસર્જન ટાણે શહેર પોલીસે લોખંડી બંદોબસ્તનો દાવો કર્યો હતો તેવામાં ચહલ પહલથી ધમધમતા અમીત નગર સર્કલ પાસે દેશી શરાબના જથ્થાના ત્રણ પોટલા રસ્તા પર બીનવારસી હાલતમાં મળી આવતાં પોલીસ તંત્રમાં દોડધામ મચી ગઈ હતી. એક પોટલાનો જથ્થો લોકો લૂંટી ગયા હતાે.

આજે રાતના લગભગ નવ વાગ્યાના સુમારે કારેલી બાગ વિસ્તારના અમીત નગર સર્કલ પાસે દેશી શરાબના ત્રણ પોટલાં બીનવારસી હાલતમાં મળી આવતાં રસ્તે થી પસાર થતાં લોકો અચરજમાં પડી ગયા હતા.હરણી રોડ થી અમીત નગર સર્કલ તરફ જતાં રસ્તાપર એક પોટલું મળી આવ્યું હતું.જયારે અમીત નગર સર્કલથી પાણીની ટાંકી તરફના રસ્તા પર બે પોટલા મળી આવ્યા હતા.નજીકમાં રહેતા મીત નીરવ ભાઈ ભટ્ટ નામના યુવાને પોલીસને જાણ કરી હતી.ઘટનાની જાણ થતાં કારેલીબાગ પોલીસ તુરત અમીત નગર સર્કલ પહોંચી હતી.પોલીસે દેશી શરાબના બે પોટલા કબજે કર્યા હતા.જયારે અન્ય અેક પોટલા સુધી પોલીસ પહોંચે તે પહેલાં નજીકમા રહેતા લોકો શરાબનો જથ્થો લૂંટી ગયા હતા.કારેલીબાગ પોલીસે બીનવારસી જથ્થાનો કબજે કરી દેશી શરાબના વેપલામાં શામેલ લોકોની તપાસ હાથ ધરી છે.

અમીત નગર સર્કલ પાસે ખેપિયા ત્રણ પોટલાં ફેંકી ફરાર થયા

સુરતમાં લઠ્ઠાકાંડ છતાં વડોદરા પોલીસની આંખ ઉઘડતી નથી

શહેરનાં અમિત નગર સર્કલ થી પાણીની ટાંકી રોડ પર દેશી દારૂના 3 પોટલાં બીનવારસી હાલતમાં પડેલા હતા જેમાંથી એક પોટલું પોલીસ આવે તે પહેલાજ લોકો લૂંટી ગયા હતા.અને બે પોટલાં પોલીસે કબ્જે લીધા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો