તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • 56 એકરમાં ક્રોકોડાઇલ એજ્યુકેશન પાર્ક બનશે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

56 એકરમાં ક્રોકોડાઇલ એજ્યુકેશન પાર્ક બનશે

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ગુજરાતનાસાંસ્કૃતિક પાટનગરને ટુુરિસ્ટ સ્પોટ બનાવવાની દિશામાં કવાયત આદરવામાં આાવી છે અને ક્રોકોડાઇલ એજ્યુકેશન પાર્ક બનાવવા માટેની ડિઝાઇન તૈયાર કરાવવા ઓફર મંગાવી છે.

મગરો માટે તે વડોદરા મોસાળ ગણાય છે. શહેરમાંથી સર્પાકારે વહેતી વિશ્વામિત્રી નદીમાં મગરો રહે છે અને પૂર ટાણે તો મગરો નદીની બહાર દેખાતા હોય છે.1993માં શહેરમાં મગરની સંખ્યા માત્ર 9 હતી કે જે આજે 300ની આસપાસ છે.

રાજ્ય સરકારે મગરોની વધતી સંખ્યાને ધ્યાનમાં રાખી ક્રોકોડાઇલ પાર્કનું આયોજન કરી પ્રથમ તબક્કામાં રૂા10 કરોડની ગ્રાન્ટ પણ મંજુર કરી છે. ક્રોકોડાઇલ પાર્ક માત્ર મગરો નિહાળવા પૂરતો સીમિત નહીં હોય પણ ત્યાં મગરને લગતી માહિતી પણ સહેલાણીઓ મેળવી શકશે. એટલું નહીં, મગરને લગતી ડોક્યુમેન્ટરીનો અભ્યાસ કરી શકાશે. સ્થળે એક્ઝિબ્યુશન હોલ પણ રહેશે અને વાહનોના પાર્કિંગની પણ વ્યવસ્થા રાખવામાં આવનાર છે. લક્ષ્મીવિલાસ પેલેસના પાછળના ભાગમાં 56 એકર જમીનમાં ક્રોકોડાઇલ પાર્ક અને 10 એકર જમીનમાં વિશાળ ગાર્ડન ડેવલપ કરવામાં આવનાર છે. મગરોના સંરક્ષણથી માંડીને રસપ્રદ માહિતી મળી શકે તે માટે ક્રોકોડાઇલ એજ્યુકેશન પાર્ક બનાવવા માટેની ડિઝાઇન તૈયાર કરાવવા માટે સેવાસદનના સ્પેશિયલ પ્રોજેકટ વિભાગે ખાનગી એજન્સી પાસે ઓફર મંગાવી છે ત્યારબાદ આગળની કાર્યવાહી કરાશે.

હા,એન્જસી પાસેથી ઓફર મંગાવી છે

^વિશ્વામિત્રી નદીના કિનારાના ભાગે 66 એકર જગામાં ક્રોકોડાઇલ એજ્યુકશન પાર્ક ડેવલપ કરવામાં આાવનાર છે અને તેમાં 10 એકર વિશાળ ગાર્ડન પણ ડેવલપ કરાશે. જેના માટે ડિઝાઇન તૈયાર કરાવવા માટે એજન્સી પાસેથી ઓફર મંગાવી છે. ઓફર આવ્યેથી 30 દિવસમાં તેને મંજૂરીની પ્રક્રિયા કરવામાં આવશે અને ત્યારબાદ વર્કઓર્ડર આાપીને પાર્કનું કામ શરૂ કરવામાં આવશે. > ધીરેનતળપદા,કાર્યપાલક ઇજનેર(સ્પે.પ્રોજેકટ)

10 એકર જમીનમાં વિશાળ ગાર્ડન ડેવલપ કરવાનું આયોજન

લક્ષ્મી વિલાસ પેલેસ પાછળની જગાની પસંદગી કરાઇ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો