તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • જુનીગઢી સહિત 350થી વધુ गગણેશજીનું વિસર્જન

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જુનીગઢી સહિત 350થી વધુ गગણેશજીનું વિસર્જન

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરાશહેરમાં 117 વર્ષથી ભક્તિભાવપૂર્વક ઉજવાઇ રહેલા ગણેશોત્સવના રવિવારે 7મા દિવસે 350થી વધુ નાનીમોટી શ્રીજીની મૂર્તિઓનું ભાવસભર વિસર્જન કરાયું હતું. શહેરમાં 7 દિવસ માટે સ્થપાતી જૂનીગઢીના શ્રીજીની મૂર્તિનું પણ વિસર્જન કરવામાં આવ્યું હતું. 7 મા દિવસની શ્રીજી વિસર્જન પ્રક્રિયા શાંતિપૂર્વક પાર પડે તે માટે શહેર પોલીસ તંત્ર દ્વારા સઘન પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો.

જૂનીગઢી વિસ્તારમાં સ્થપાતા શ્રીજીનું વિસર્જન સાતમા દિવસે કરવામાં આવે છે. જૂનીગઢીનો વિસ્તાર અતિસંવેદનશીલ હોઇ શ્રીજીની સવારી નિર્વિઘ્ને નીકળી શ્રીજીનું વિસર્જન શાંતિપૂર્વક પાર પડે તે માટે પોલીસ તંત્ર દ્વારા પૂરતો બંદોબસ્ત ગોઠવાયો હતો. ઉપરાંત સાતમા દિવસે શહેરના અન્ય વિસ્તારોમાં સ્થપાયેલા શ્રીજીનું પણ વિસર્જન થવાનું હોઇ રવિવારે કોઇ અનિચ્છનીય બનાવ બને તે માટે સુરસાગર તરફના સમગ્ર રૂટ પર પોલીસ, એસ.આર.પી. અને આર.એ.એફ.ના જવાનો તહેનાત કરી દેવાયા હતા. સુરસાગર તળાવ ઉપરાંત સમા, બાપોદ અને ગોરવા તળાવોમાં ભાવસભર ભગવાન ગણેશજીની મૂર્તિઓનું વિસર્જન કરીને ભગવાનને વિદાય આપી હતી. ગણપતિ બાપા મોરિયા અને અગલે બરસ તું જલ્દી આના નારા અને ડીજેના તાલ વચ્ચે સવારીઓ નિકળી હતી.

ડીજેના તાલ વચ્ચે સવારીઓ નિકળી

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

    વધુ વાંચો