તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • દરેક ઉત્સવ ગણેશ ઉત્સવ તરીકે ઉજવવો જોઇએ : ડો. ભાગવત

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દરેક ઉત્સવ ગણેશ ઉત્સવ તરીકે ઉજવવો જોઇએ : ડો. ભાગવત

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
દાંડિયાબજારસ્થિત શ્રી આશીર્વાદ ગણેશજીને શુદ્ધ સુર્વણ યજ્ઞોપવિત અર્પણવિધિ કરવામાં આવી હતી અને વિધિ આરએસઅેસના સરસંઘચાલક ડો.મોહન ભાગવત અને વિદ્યાવાચસ્પતિ શંકર અભ્યંકરના વરદ હસ્તે પવિત્ર અને મંગલકાર્ય કરવામાં આવ્યું હતું.

શાસ્ત્રોકત વિધિમાં કેન્દ્રિય રક્ષા મંત્રી મનોહર પારિકર મહારાજા શ્રીમંત સમરજિતસિંહ ગાયકવાડ અને રમતગમત મંત્રી રાજુભાઇ ત્રિવેદી હાજર રહ્યા હતા. રવિવારે યોગાનુયોગ ડો.મોહન ભાગવતનો જન્મદિવસ હહોવાથી મેદનીએ તેમને જન્મદિવસની શુભકામના પાઠવી હતી. મહારાજાએ તેમણે સન્માનિત કર્યા હતા. વિધિ બાદ સંબોધન કરતાં ડો.મોહન ભાગવતે જણાવ્યું હતું કે, તા.11 સપ્ટેમ્બર સ્નેહભર્યા કૌતુકથી સ્મરણીય બની ગઇ છે. સંગઠિત થવા માટેના ગણેશોત્સવની માફક દરક ઉત્સવો મનાવવા જોઇએ તેવી શીખ તેમણે વકતવ્યમાં આપી હતી.

આશીર્વાદ ગણેશજીને સુવર્ણ યજ્ઞોપવિત અર્પણ કરાઇ

કેન્દ્રિય રક્ષા મંત્રી મનોહર પારિકર પણ ઉપસ્થિત રહ્યાં

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો