તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • ડિફેન્સની 12438 ચો.મી જમીન રસ્તા માટે આપો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ડિફેન્સની 12438 ચો.મી જમીન રસ્તા માટે આપો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શહેરનાજુદા જુદા વિસ્તારોમાં રસ્તા માટે ડિફેન્સની જમીન સંપાદન કરવા માટે ફરી એક વખત સેવાસદને કેન્દ્રિય રક્ષા મંત્રીને રજૂઆત કરી હતી અ્ને તેના માટે કેન્દ્રિય મંત્રીએ હૈયાધારણા આપી હતી.

કેન્દ્રિય રક્ષા મંત્રી મનોહર પારિકર રવિવારે વડોદરા આવ્યા હતા.વડોદરાના મેયર ભરત ડાંગરે શહેરના જુદા જુદા વિસ્તારોમાં ડીફેન્સની જમીન સંપાદનના મુદ્દે ફરી એક વખત કેન્દ્રિય મંત્રીનું લેખિતમાં ધ્યાન દોર્યું હતું. મેયર ભરત ડાંગરે રજૂઆત કરતાં જણાવ્યું હતું કે, તરસાલી,હરણી,માંજલપુર અને દંતેશ્વરમાં રોડ માટે ડિફેન્સની 12438 ચોરસ મીટર જમીન સંપાદન કરવાની જરૂર છે અને તેના માટે જંત્રીના ભાવ મુજબ રૂા.11.66 કરોડ ચૂકવવાની સેવાસદનની તૈયારી હોવાની મેયરે લેખિતમાં રજૂઆત કરી હતી. મામલે પત્રકારો સાથેના સંવાદમાં કેન્દ્રિય રક્ષા મંત્રી મનોહર પારિકરે જણાવ્યું હતું કે, ટૂંક સમયમાં બાબતનો નિવેડો લાવવામાં આવશે.

જંત્રી મુજબ ~11.66 કરોડ ચૂકવવા પાલિકા તૈયાર

કેન્દ્રિય રક્ષામંત્રીને આવેદનપત્ર અપાયું

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

    વધુ વાંચો