તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • ટેલ્ગો ટ્રેનનો વધુ એક સફળ ટ્રાયલ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ટેલ્ગો ટ્રેનનો વધુ એક સફળ ટ્રાયલ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ટ્રાન્સપોર્ટ રિપોર્ટર | વડોદરા

શહેરમાંગઇકાલે રાત્રે ટેલ્ગો ટ્રેન 150ની સ્પીડે ફરી એક વખત આવી હતી. દિલ્હીથી મુંબઇ 12 કલાકમાં પહોંચવા અંગે યોજાયેલા ટ્રાયલમાં ગઇકાલે બપોરે દિલ્હીથી 2:45 વાગે ટ્રેન રવાના થઇ હતી. જે ટ્રેન નિયત સમય કરતાં ઓછા સમયમાં મુંબઇ પહોંચી હતી. રાજધાની ટ્રેન 16 કલાકમાં રન પૂરો કરે છે. ત્યારે ટેલ્ગો દ્વારા 12 કલાકનો સમય નક્કી કરી વધુ એક ટ્રાયલ યોજવામાં આવ્યો હતો. ફાસ્ટ ટ્રેનના ઇલેક્ટ્રિક એન્જિન સાથે યોજાયેલો ટ્રાયલ રન માત્ર 11:42 મિનિટમાં પૂરો થયો હતો. પીઆરઓ ખેમરાજ મીનાના જણાવ્યા મુજબ અગાઉ ડીઝલ એન્જિન સાથે અને ઇલેક્ટ્રિક એન્જિન સાથે ટ્રાયલ યોજાયા હતા. પરંતુ 150 કિમીની સ્પીડે ટ્રાયલ સફળ રહ્યો હતો. મુંબઇ ટેલ્ગો ટ્રેન રાતે 2:33 વાગે પહોંચી હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

    વધુ વાંચો