તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • UGC ઇન્સ્પેકશનની તૈયારી અંગે સિન્ડિકેટમાં ચર્ચા કરાશે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

UGC ઇન્સ્પેકશનની તૈયારી અંગે સિન્ડિકેટમાં ચર્ચા કરાશે

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
એજ્યુકેશન રિપોર્ટર | વડોદરા

મ.સ.યુનિ.માંમળનારી સિન્ડિકેટમાં બેઠકમાં આગામી દિવસોમાં યુજીસી દ્વારા થનારા ઇન્સ્પેક્શનના સંદર્ભે થયેલી તૈયારી બાબતે ચર્ચા કરીને યુનિ. દ્વારા સભ્યોને જાણકારી અપાશે. ઉપરાંત સિન્ડિકેટની બેઠકમાં સેનેટની ચૂંટણીમાં જીતી શકે તેવા ઉમેદવારોને ચૂંટણી જીતાડવા માટે અત્યારથી પ્રચાર અભિયાન શરૂ કરવા અંગેની પણ ચર્ચા કરાશે.

યુનિ.ની હેડ ઓફિસમાં આગામી દિવસોમાં મળનારી સિન્ડિકેટની બેઠકમાં યુનિ.ના સત્તાધીશો દ્વારા હજી એજન્ડા ફાઇનલ કરવામાં આવ્યો નથી. પરંતુ યુનિવર્સિટીનાં વર્તુળોના જણાવ્યા મુજબ સિન્ડિકેટની બેઠકમાં ખાસ કરીને આગામી દિવસોમાં યુજીસી દ્વારા ગમે ત્યારે યુનિ.માં થનારા ઇન્સ્પેક્શનના સંદર્ભે ચર્ચા કરાશે. યુનિવર્સિટી દ્વારા થયેલી તૈયારીની સમીક્ષા કરાશે. સિન્ડિકેટની બેઠકમાં હાલમાં હોસ્ટેલ-ફેકલ્ટીમાં મચ્છરોના વધી રહેલા ઉપદ્રવને રોકવા તેમજ ડેન્ગ્યુના શિકાર બનેલા વિદ્યાર્થીઓને સારામાં સારી સારવાર આપવા બાબતે પણ સભ્યો દ્વારા ચર્ચા કરાશે. બેઠકમાં કોમર્સ ફેકલ્ટીના ડીન પ્રો. શરદ બંસલે પોતાના બીમારીના સંદર્ભે આપેલા રાજીનામા બાબતે પણ ચર્ચા કરાશે. અત્રે ઉલ્લેખનીય છે કે 15 દિવસ પહેલાં કોમર્સ ફેકલ્ટીના ડીન પ્રો. શરદ બંસલે પોતાની તબિયતનો હવાલો આપીને ડીનપદેથી રાજીનામું આપી દઇને યુનિ.ના વીસી પ્રો. પરિમલ વ્યાસને મોકલી આપ્યું હતું. જોકે હજી સુધી તે રાજીનામું સ્વીકાર્યું નથી.

કોમર્સ ફેકલ્ટીના ડીનના રાજીનામા અંગે પણ ચર્ચા થશે

મ.સ.યુિન.એ કરેલી તૈયારીની સમીક્ષા થશે

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો