તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • કિલ્લાની રચનાને ચોપાટ સાથે સરખાવાય છે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કિલ્લાની રચનાને ચોપાટ સાથે સરખાવાય છે

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક

આર્ટકન્ઝર્વેટર, હિસ્ટોરિયન

1511માં જૂનો વડોદરામાં ખલીલ ખાન જે (વડોદરાનો ગવર્નર) ગુજરાતના સુલતાન મોહમ્મદ બેગડાનો પુત્ર હતો. તેને વડોદરાનો કિલ્લો બનાવવાનું ચાલુ કર્યું અને પૂર્ણ થતાં તેનું નામ કિલ્લાએ દોલતાબાદ આપ્યું. પછી મોહમ્મદ બેગડાનું અવસાન થતાં તે ગુજરાતનો સુલતાન બન્યો. વડોદરાનો િકલ્લો આશરે આઠસો મીટર લંબાઇ અને પહોળાઇ ધરાવે છે. કિલ્લાના કેન્દ્રમાં માંડવી આવેલ છે. દરવાજાઓના નામે લહેરીપુરા ગેટ, ચાંપાનેર ગેટ, પાણીગેટ, ગેંડીગેટ (જેનું જૂનું નામ બરદાનપુર ગેટ હતું.) કિલ્લાની રચનામાં ઇંટ અને ચૂનાની ભીંત અને થોડે અંતરે બુરજોની રચના કરી છે. વડોદરાના કિલ્લાની રચના ચોપાટ (રમત) સાથે સરખાવાય છે.વડોદરાની િકલ્લેબંધી મોટેભાગે નષ્ટ થઇ ગયેલી છે. તેના ત્રિકેન્દ્રી કમાનોવાળા દરવાજા અસ્તિત્ત્વ ધરાવે છે. અમદાવાદના દરવાજાઓ કરતાં વડોદરાના દરવાજાઓ જૂના છે. પાણી ગેટ પર ‘નાક’ના ઘાટનું સુશોભન પૂર્ણદ્વાર સ્પષ્ટ કરાવે છે. ગેટની અંદર ચોકીયાતોને બેસવાની સગવડ છે અને તેની ઉપર અર્ધ કમળના સુશોભનો છે. દરવાજાઓ હાલમાં છે પરંતુ કિલ્લાની દિવાલો હાલમાં અસ્તિત્ત્વ ધરાવતી નથી. ઘણી જગ્યાએ 90% દિવાલો તોડી પાડવામાં આવી છે. તે રીતે મળેલી જગ્યાએ રસ્તા અને બજારો થયેલા દેખાય છે. કિલ્લાની દિવાલ ઉપર કોર્સમાં અને તેની પાછળ કિલ્લા પર ફરી શકાય એવા માર્ગની રચના કરાઇ હતી. જે તમે અમુક ભાગ બાજવાડા બાજુના કિલ્લાની દિવાલ જે અત્યારે પણ અસ્તિત્ત્વ ધરાવે છે, તે જોઇ શકો છો. ‘િકલ્લાએ દોલતાબાદ’ ત્યાર પછી એટલે કે મુગલસ્તા સમયે મહારાજા અકબરના સમયમાં મુગલસ્તાના તાબામાં રહ્યો તે દરમિયાન તાંબાના સિક્કા બનાવવામાં આવ્યા. તેમાં ‘કિલ્લાએ દોલતાબાદ બડોદ’ એવો ઉલ્લેખ મળે છે. બાદમાં 1734માં દામાજીરાવ ગાયકવાડે સરકારમાં આવ્યો તે પછી 1947 સુધી ગાયકવાડ સરકારે વડોદરા પર રાજ કર્યું.

વર્તમાન સમયમાં કિલ્લાની 90% દિવાલો તોડી પાડવામાં આવી છે
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો