તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • ઇનોવેશન્સથી મળેલી ઇસરોની સફળતા વિશે ચર્ચા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઇનોવેશન્સથી મળેલી ઇસરોની સફળતા વિશે ચર્ચા

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક

વડોદરાઇનોવેશન કાઉન્સિલ દ્વારા પ્રથમ વખત ઇસરોના ઇનોવેશન્સ વિષય પર ચર્ચા કરવા માટે એક ખાસ ટોક યોજાશે. ટૉક રવિવારે 11મી સપ્ટેમ્બરના રોજ સવારે 9.45 વાગ્યાથી શહેરની બરોડા હાઇસ્કૂલ અલકાપુરીમાં યોજાશે. ટૉકમાં ઇસરોના પૂર્વ ડેપ્યુટી ડાયરેક્ટર અને હાલમાં પ્રૉગ્રામ લૉન્ચ કરવામાં મહત્વની ભૂમિકા ભજવનાર નવલ કિશોર ગુપ્તા સ્પીકર તરીકે ઉપસ્થિત રહેશે. ટૉકમાં ઇસરો દ્વારા વિવિધ ગોલ અને મિશનને સફળતા મેળવવા માટે કરાયેલા ઇનોવેશન્સ વિશે ચર્ચા કરવામાં આવશે. ઇસરો દ્વારા અર્થ સ્ટોરેબલ અને લિક્વિડ રૉકેટ એન્જિન, ક્રાયૉજેનીક એન્જિન વિશે ચર્ચા કરવામાં આવશે. ઇસરો દ્વારા જ્યારે પણ કોઇ મિશન હાથ ધરાય છે ત્યારે તેના ઇનોવેશન્સમાં કેટલાક મહત્વના પરીબળો ભાગ ભજવે છે. ઇન્ગ્રીડીએન્ટ્સ, ઉપરાંત ઇસરોનું વર્ક કલ્ચર અને ઇન્ડિજીનિયસ ટેકનોલૉજી વિષય પર થયેલા સાયન્ટિફીક રિસર્ચ વિશે પણ ટૉકમાં ચર્ચા કરવામાં આવશે. ટૉક ઓપન ટુ ઓલ છે. જેમાં કોઇપણ વ્યક્તિ ભાગ લઇ શકશે. વડોદરા ઇનોવેશન કાઉન્સિલ દ્વારા શહેરને ઇનોનેટિવ સિટી બનાવવાના ભાગરૂપે આવા કાર્યક્રમ યોજવામાં આવશે.

ANCHOR

નવલકિશોર ગુપ્તાએ આઇઆઇએસસી બેંગ્લુરુમાંથી ડિસ્ટિંક્શન મેળવ્યા બાદ 1973માં ઇસરો જોઇન કર્યું હતુ. તેમણે વિકાસ એન્જિન તૈયાર કર્યું હતુ. જે સફળતા પૂર્વક લૉન્ચ થયેલ ચંદ્રયાન અને મંગળયાનનો ભાગ હતુ. તેમણે 120 કે.એન. નામનું પ્રથમ ઇન્ડિજીનિયસ ક્રાયોજેનિક એન્જિન તૈયાર કર્યું હતું જે ક્રાયોજેનિક ન્જિનના ઇતિહાસમાં મહત્વપૂર્ણ પર્ફૉર્મન્સ હતુ.

ઓપન હાઉસ યોજાશે

ટૉકનુંસમાપન થયા બાદ સવારે 11.45 વાગ્યાથી આઇડીયાસના ડિસ્કશન માટે એક ઓપન હાઉસ સેશન યોજવામાં આવશે. સેશનમાં હાજર રહેનાર ઓડિયન્સ ઇનોવેશન્સ અને અન્ય વિષયો પર પોતાના આઇડીયાસ શેર કરી શકશે. ટોકમાં સ્કૂલ કોલેજના સ્ટુડન્ટ્સને ઉપસ્થિત રહેવા માટે વિશેષ ભાર આપવામાં આવે છે. જેથી શહેરમાં સ્કૂલ અને કોલેજીસમાં ઇનોવેશનનું કલ્ચરલ ડેવલપ કરી શકાય.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો