તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગૌરવની વાત

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
વડોદરાશહેરને ખુલ્લામાં થતી શૌચક્રિયા(ઓડીએફ)થી મુક્ત શહેર જાહેર કરવામાં આવ્યું છે. તેની સાથે શહેરમાં હવે એકપણ ઠેકાણે જાહેરમાં શૌચક્રિયા થશે નહીં.

સ્વચ્છ ભારત મિશન અંતર્ગત વડોદરા શહેરને ખુલ્લામાં શૌચક્રિયા મુક્ત જાહેર કરવા માટે 30 સ્થળોએ હોર્ડિંગ્સ દ્વારા, 42 બોર્ડ અને 120 સ્થળોએ બેનર દ્વારા પ્રચાર કરવામાં આવ્યો હતો. માટે ઝોનવાઇઝ રેલી કાઢવામાં આવી હતી અને તમામ વોર્ડ કચેરીની એન્જિનિયરિંગ ટીમ દ્વારા સરવે કરવામાં આવ્યો હતો. આમ જાહેરમાં શૌચવાળાં 76 સ્થળો શોધી તેને નાબૂદ કરવાનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો હતો.

શૌચાલયની માળખાકીય સુવિધાની પ્રથમ તબક્કાની કામગીરીમાં સમગ્ર શહેરમાં 20555 વ્યક્તિગત શૌચાલયનું નિર્માણ કરવામાં આવ્યું હતું કે જે સમગ્ર રાજ્યમાં અગ્રેસર હતું. જ્યારે બીજા અને ત્રીજા તબક્કામાં અનુક્રમે 784 અને 2660 વ્યક્તિગત શૌચાલયના નિર્માણ સાથે કુલ 23999 શૌચાલયના નિર્માણનું આયોજન કરવામાં આવ્યું હતું. જે પૈકી 21839 શૌચાલયના નિર્માણની કામગીરી પૂરી થઇ છે અને બાકીનાં 2160 વ્યક્તિગત શૌચાલયના નિર્માણની કામગીરી પ્રગતિ હેઠળ છે.

શહેરમાં કુલ 102 પૈકી 69 સ્થળોએ જાહેર શૌચાલયો(પબ્લિક ટોઇલેટ)ના નિર્માણની કામગીરી પૂરી કરેલ છે અને નવાં 33 સ્થળોએ કામગીરી પ્રગતિ હેઠળ છે. જ્યારે 22 સ્થળોએ સામૂહિક શૌચાલયોનું(કમ્યુનિટી ટોઇલેટ)નું નિર્માણ કરેલ છે. મહાત્મા ગાંધી સ્વચ્છતા મિશનની ગાઇડલાઇન મુજબ સેવાસદને કામગીરી હાથ પર લીધી હતી અને મેયર-કમિશનર દ્વારા ખુલ્લામાં શૌચક્રિયામુકત બનાવવા માટે નાગરિકો પાસેથી વાંધાસૂચનો મંગાવ્યાં હતાં. જેમાં ત્રણ વાંધાસૂચનો આવ્યાં હતાં તેનો નિકાલ પણ કરી દેવામાં આવ્યો હતો.સેવાસદને તમામ માહિતીનું નિયત ફોર્મેટમાં ડોક્યુમેન્ટેશન કરી તેનો અહેવાલ રાજ્ય સરકારમાં મહાત્મા ગાંધી સ્વચ્છતા મિશનને મોકલી આપ્યો હતો. જેથી, રાજ્ય સરકારે થર્ડ પાર્ટી એજન્સી દ્વારા તા.20 જૂન અને તા.21 જૂનના રોજ ઇન્સ્પેક્શનની કામગીરી પૂરી કરી હતી અને તેના અહેવાલની રાજ્ય સરકારે ચકાસણી કરી હતી અને ત્યારબાદ વડોદરા મહાનગર સેવાસદનને જાહેરમાં થતી શૌચક્રિયા મુક્ત(ઓડીએફ) જાહેર કરવામાં આવ્યું છે.

શહેરમાં હવે કોઇપણ સ્થળે જાહેરમાં શૌચક્રિયા થશે નહીં

ગાઇડલાઇન મુજબ કેવી કામગીરી કરાવી?

{ દરેકશાળા દ્વારા દરેક બાળક ઘર અને શાળામાં શૌચાલયનો વપરાશ કરે છે તેવાં બાંયધરી પત્રો મેળવવામાં આવ્યાં

{અારોગ્યવિભાગ દ્વારા સક્રિય સેલ્ફ હેલ્પ ગ્રૂપ દ્વારા વોર્ડમાં રહેતા નાગરિકો પાસે વ્યક્તિગત શૌચાલય છે, વપરાશ કરે છે તેવા બાંયધરીપત્રો મેળવાયા

{વોર્ડકચેરી દ્વારા વોર્ડ સભાનું આયોજન કરી નાગરિકોને સહયોગ આપવા માટે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો