• Gujarati News
  • National
  • 2022 સુધીમાં દેશમાં કોઇ ગરીબ છત વગરનો નહીં રહે: માંડવિયા

2022 સુધીમાં દેશમાં કોઇ ગરીબ છત વગરનો નહીં રહે: માંડવિયા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડાપ્રધાનનરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દેશ સર્વાંગી વિકાસ સાધી રહ્યો છે. 2022 સુધીમાં દેશમાં કોઇ ગરીબ છત વગરનો રહેશે નહીં અને તેમને માટે 2 કરોડ આવાસો તૈયાર કરવામાં આવશે તેમ કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું.

મહાનગર પાલિકા દ્વારા શહેરના જુદા જુદા વિસ્તારમાં રૂા.51 કરોડના ખર્ચે તૈયાર થયેલ 966 આવાસોનો તેમજ રૂા.65 કરોડના ખર્ચે તૈયાર થનાર એલઆઇજી અને એમઆઇજીના 530 આવાસોનો તેમજ પીપીપી ધોરણે રૂા.35.90 કરોડના ખર્ચે તૈયાર થનાર 767 આવાસોનો કમ્પ્યૂટરાઇઝ્ડ ફાળવણી ડ્રો રવિવારે સયાજીરાવ નગરગૃહ ખાતે રાખવામાં આવ્યો હતો. સિવાય, રૂા.46 કરોડના ખર્ચે પૂર્ણ થયેલ 383 આવાસોનું લોકાર્પણ પણ કરવામાં આવ્યું હતું.

રાજ્યકક્ષાના મંત્રી મનસુખ માંડવિયાએ સંબોધન કરતાં જણાવ્યું હતું કે, હવે દેશની તિજોરીના રખેવાળ દેશનું નેતૃત્વ કરી રહ્યા છે. નોટબંધીના મામલે તેમણે જણાવ્યું હતું કે,સરકારના નિર્ણયથી થયેલા વિકાસના સુધારાઓ આગામી દિવસોમાં માઇલસ્ટોન પુરવાર થશે. સર્જિકલ સ્ટ્રાઇક વખતે પ્રધાનમંત્રી રાતે 11 થી સવારે 4 વાગ્યા સુધી પાણી પીધા વગર જાગતા બેસી રહ્યા હતા તેવો ઉલ્લેખ કરી જણાવ્યું હતું કે, દેશમાં 2014 પહેલાં માંડ 1 લાખ આવાસો બન્યા હતા પણ હાલમાં અઢી વર્ષમાં 8 લાખ આવાસોનું કામ પૂરું થયું છે અને 2022 સુધીમાં 2 કરોડ આવાસોનું નિર્માણ થઇ જશે. 2014 પહેલાં પ્રતિદિવસ ચાર કિલોમીટરનો નેશનલ હાઇવે બનતો હતો પણ હવે રોજના 21 કિલોમીટરનું નિર્માણ થઇ રહ્યું છે. તેવી રીતે,ગ્રામીણ સ્તરે પણ પહેલાં પ્રતિદિવસ 63 કિલોમીટરનું બાંધકામ થતું હતું તે હવે 136 કિલોમીટરે પહોંચ્યું છે. સરાર બદલાઇ છે, ઇચ્છાશક્તિ બદલાઇ છે અને પહેલાં જે નાણાંનો ભ્રષ્ટાચાર થતો હતો તે હવે પ્રજાલક્ષી કામોમાં વપરાઇ રહ્યાં છે તેવી તેમણે નૂકતેચીની કરી હતી.

^ વડોદરા મન મૂકીને ઉત્સવો મનાવે છે ત્યારે ગણેશોત્સવને સ્વચ્છતાની થીમ સાથે જોડી જન જન સુધી સ્વચ્છતાનો સંદેશો મહાનગરપાલિકાએ પહોંચાડ્યો છે.લાભાર્થીઓ અને ખાસ કરીને મહિલાઓને સ્વતંત્ર આવાસ મેળવવા બદલ શુભેચ્છા આપું છું પણ તેમાં પ્રાણ પૂરવાનું કામ કરવાનું છે. > રંજનબહેનભટ્ટ, સાંસદઅને શહેર ભાજપ અધ્યક્ષા

આવાસો મળ્યા છે, પ્રાણ પૂરજો

^ શહેરમાં જુદી જુદી યોજનાઓ હેઠળ આવાસો બનાવવામાં આવ્યા છે અને ડ્રો થકી તમને સિમેન્ટ- કોક્રીંટનું મકાન મળ્યું છે અને રહેવા જશો એટલે ઘર થશે અને ત્યાંના વાતાવરણથી મંદિર બનશે. મંદિરોનો ડ્રો થઇ રહ્યો છે અને સ્વચ્છતા હોય ત્યાં પ્રભુતાનો વાસ હોય છે ત્યારે જે છે તેના કરતાં વધુ સુંદર અને સ્વચ્છ બનાવજો. > ભરતડાંગર, મેયર

જ્યાં સ્વચ્છતા ત્યાં પ્રભુતાનો વાસ છે

રમતગમતમાં ગુજરાત છઠ્ઠા નંબરે

^વડોદરા સ્પોર્ટ્સનું હબ ગણાય છે. અગાઉ ગુજરાત દેશમાં 28મા નંબરે હતું તે 9મા ક્રમાંકે આવી ગયું છે અને હવે છલાંગ મારીને 6ઠ્ઠું સ્થાન મેળવ્યું છે. રાજ્ય સરકારે 100 દિવસમાં 150 નિર્ણયો લેવાયા અને 67 હજાર નવી નોકરી ઉભી કરી છે.ત્રણવર્ષ પહેલાં માંડવી પાણીગેટ રોડ પર મસ્જિદનાં પગથિયાં તોડવા માટે સંમતિ આપી દેવામાં અાવી હતી. > રાજેન્દ્રત્રિવેદી, રમતગમતમંત્રી,ગુજરાત

પહેલાં ભ્રષ્ટાચાર થતો હતો તેમાંથી હવે પ્રજાલક્ષી કામો થઇ રહ્યાં છે

અન્ય સમાચારો પણ છે...