• Gujarati News
  • National
  • ગવર્નમેન્ટ નોમિનીની બેઠકો માટે ખેંચતાણ

ગવર્નમેન્ટ નોમિનીની બેઠકો માટે ખેંચતાણ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
એજ્યુકેશન રિપોર્ટર | વડોદરા

એમ.એસ.યુનિવર્સિટીનીસેનેટની ચૂંટણીનાં પરિણામ જાહેર થયા બાદ હવે ગવર્નમેન્ટ નોમિનીની 10 બેઠક માટે સત્તાધારી પક્ષ અને ભાજપ-સંઘ વચ્ચે ભારે ઘમસાણ શરૂ થયું છે. તમામ 10 બેઠકો પર સત્તાધારી પક્ષે પોતાના ઉમેદવારોની નિમણૂક થાય તે માટે રાજ્ય સરકારને લિસ્ટ મોકલીને વધુમાં વધુ બેઠકો પોતાના પક્ષને મળે તે માટે ખેંચતાણ શરૂ કરી દીધી છે. ભાજપ-સંઘ અને શૈક્ષિક સંઘોએએ છેક મુખ્યમંત્રી સુધી પણ લોબિંગ શરૂ કરતાં ખળભળાટ મચી ગયો છે. તો બીજી બાજુ સત્તાધારી પક્ષે પણ 10 બેઠકોમાંથી વધુમાં વધુ બેઠકો પોતાને મળે તે માટે પ્રયાસો હાથ ધર્યા છે.

અન્ય સમાચારો પણ છે...