• Gujarati News
  • National
  • વડોદરા |સેવાસદન પાસે શહેરમાં એક પણ ઇન્ડોર હોસ્પિટલ નથી. વિકાસ

વડોદરા |સેવાસદન પાસે શહેરમાં એક પણ ઇન્ડોર હોસ્પિટલ નથી. વિકાસ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરા |સેવાસદન પાસે શહેરમાં એક પણ ઇન્ડોર હોસ્પિટલ નથી. વિકાસ અને સ્માર્ટ સિટીની વાતો વચ્ચે વાસ્તવિકતા વિકટ છે. ત્યારે રાજ્ય સરકાર દ્વારા સેવાસદનને ચાર ઝોનમાં ચાર ઇન્ડોર હોસ્પિટલ બનાવવા માટે મંજૂરી આપવામાં આવી હોવાનું જાણવા મળ્યું હતું. જોકે હોસ્પિટલ ક્યારે બનશેω તે અંગે હજુ કોઇ નિર્ણય થઇ શક્યો નથી. શહેરની 50 હજારની વસ્તીએ એક અર્બન હેલ્થ સેન્ટર અંગેના નિયમ મુજબ સેવાસદન દ્વારા હાલ કવાયત ચાલી રહી છે. પરંતુ જમીન સંપાદનના પ્રશ્ને કામગીરી અધૂરી છે. ત્યારે સેવાસદન દ્વારા અગાઉ ચાર ઝોનમાં ચાર મલ્ટિસ્પેશિયાલિટી હોસ્પિટલ બનાવવાનું આયોજન હતું જે ભૂમિપૂજન બાદ પડતું મૂકવું પડ્યું હતું. ત્યારે હવે ફરી એક વખત ઇન્ડોર હોસ્પિટલ માટે માંગવામાં આવેલી અને પડતર મંજૂરીની ફાઇલ પર સકારાત્મક મહોર મારવામાં આવી છે. જોકે હાલ અંગે કોઇ ગ્રાન્ટ નથી ફાળ‌વી. સૂત્રો મુજબ સેવાસદન કઇ ગ્રાન્ટમાંથી દવાખાનાં બનાવશે તે નક્કી નથી. સેવાસદન દ્વારા ચાર ઝોનમાં ચાર આધુનિક લેબ બનાવવામાં આવનાર છે. જે પૈકી દિવાળીપુરા ખાતે લેબ તૈયાર થઇ ગઇ છે. પરંતુ તે માટે જરૂરી સ્ટાફની ભરતી થઇ શકી નથી. સૂત્રો મુજબ ઇન્ટર્વ્યૂ થયાં છે. પરંતુ એપોઇન્ટમેન્ટ લેટર આપવાનું બાકી છે. લેબનો સાચો ઉપયોગ ક્યારથી થશે તે પ્રશ્નાર્થ છે. આમ હવે જમીન સંપાદનના પ્રશ્ને કામગીરી પુરી કર્યા બાદ હવે કામગીરીનો પ્રારંભ કરવામાં આવનાર છે.

ચાર ઝોનમાં 4 ઇન્ડોર હોસ્પિટલ બનાવવા માટે સરકારની મંજૂરી

અન્ય સમાચારો પણ છે...