તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Vadodara પરંપરા, શિસ્ત અને સમય સાચવી ગરબા કરશે તેને ઇનામ : પોલીસ

પરંપરા, શિસ્ત અને સમય સાચવી ગરબા કરશે તેને ઇનામ : પોલીસ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોલીસ કમિશનરના હસ્તે ગણેશ પંડાલના ઇકોફ્રેન્ડલી બેસ્ટ 3 આયોજનને ઇનામ અપાયા

સિટી રિપોર્ટર | વડોદરા

વડોદરા શહેર સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત શહેરના ઇકો ફ્રેન્ડલી અને અન્ય નિયમોનું પાલન કરનાર ત્રણ પંડાલોને વડોદરા શહેર પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગેહલોત હાજરીમાં સન્માનીત કરવામાં આવ્યા હતા. જેમાં પ્રથમ ક્રમાંકે શ્રીમંત સિદ્ધ વિનાયક, દાંડિયા બજારને 21 હજાર રૂપિયાનો ચેક અને મોમેન્ટો, દ્વિતીય ક્રમાંક મેળવનાર શામળ બેચર પોળ, માંડવીને 11 હજાર રૂપિયાનો ચેક અને મોમેન્ટો અને તૃતીય ક્રમાંકે પથ્થરગેટ યુવક મંડળને 5 હજાર રૂપિયાનો ચેક અને મોમેન્ટો અર્પણ કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગેહલોતે જણાવ્યું હતુ કે શહેરમાં 90 ટકા મુર્તિઓ માટીની બનાવવામાં આવી હતી જે ખરેખર બિરદાવાને લાયક છે. પર્યાવરણ અને અન્ય પ્રશ્નોને ધ્યાનમાં રાખી શહેરમાં કૃત્રિમ તળાવ બનાવવામાં આવ્યા હતા. શહેરીજનો દ્વારા 10 દિવસમા ત્યાંજ માટીની મુર્તિની વિસર્જન કરવામાં આવ્યું હતું. શહેરીજનોનો આ સહકાર બદલ કમિટી દ્વારા પસંદ કરવામાં આવેલ ત્રણ પંડાલને ઇનામ આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું. આ કાર્યથી પંડાલોને પણ પ્રોત્સાહન મળે અને અન્ય આયોજકો પણ પ્રેરાય તે હેતુથી સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. નવરાત્રિમાં પણ પરંપરાગત, શિસ્તબદ્ધ અને સમયમર્યાદામાં ગરબા કરશે તે આયોજકોને પણ ઇનામ એનાયત કરવામાં આવશે.

Eco Friendly
કયાં પાસાઓ પર ઇનામ અપાયાં
5 ફૂટ કરતા ઓછી હાઇટ વાળા ગણપતિજી, ઇકો ફ્રેન્ડલી ગણપતિ, પંડાળને પોલીસ પરમિશન, શાંતિમય અને ભક્તિમય વાતાવરણ, ગણપતિના ભજનો, સ્પીકરનો મર્યાદા પ્રમાણેનો અવાજ તમામ પાસાઓને ધ્યાનમાં રાખીને નંબર એનાયત કરવામાં આવ્યા હતા તેમ ઓજસ ફાઉન્ડેશનના મયંક બ્રહ્મભટ્ટે જણાવ્યું હતું.

90% મૂર્તિઓ માટીની બનાવવામાં આવી હતી
કૃત્રિમ તળાવોની શુદ્ધિ માટેના પ્રશ્નો વિશે વાત કરતા પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગેહલોતે જણાવ્યું હતુ કે 90% ગણેશજીની મૂર્તિ માટીમાંથી બનાવવામાં આવી હતી કે જેનું સંપુર્ણ વિસર્જન થઇ ગયું હતુ પરંતુ 10 ટકા પીઓપીમાંથી બનેલી મુર્તિ સંપુર્ણ વિસર્જિત થઇ નથી તે છે. ટૂંક સમયમાં આ સંબંધિત સમસ્યાનું નિવારણ આવી જશે

અન્ય સમાચારો પણ છે...