ગાંધીજીની હત્યાનું કાવતરું રચવામાં ગાયકવાડ સહિત 5 રાજાઓની સંડોવણી હતી : તુષાર ગાંધી

Vadodara News - latest vadodara news 034032
Vadodara News - latest vadodara news 034032

DivyaBhaskar News Network

Dec 22, 2018, 03:40 AM IST
તુષાર ગાંધી, ગાંધીજીના પ્રપાૈત્ર

સિટી રિપોર્ટર |વડોદરા

મહાત્મા ગાંધીજીની હત્યાનું કાવતરું રચવામાં ગાયકવાડ સહિતના રાજાઓની સંડોવણી હોવાનો અારોપ મહાત્માના પ્રપાૈત્ર તુષાર ગાંધીએ કર્યો છે. અાજે વડોદરામાં પત્રકારો સાથે વાત કરતાં તે અાવું બોલ્યા હતા. પાછળથી િદવ્ય ભાસ્કર સાથે ફોન પર વાત કરતાં તેમણે કહ્યું હતું કે ગાંધીજીની હત્યાના આઇબીના રિપોર્ટને આધારે કપૂર કમિશને ઇન્કવાયરી પણ કરી હતી. ઇન્કવાયરીના રિપોર્ટમાં ગાંધીજીની હત્યાના કાવતરામાં રહેલા 5 રાજાઓમાં ગ્વાલીયર, અલવર, ભરતપુર, કોટા અને વડોદરાના રાજવિઓ દ્વારા આરએસએસને મદદ કરી હોવાનો ઘટસ્ફોટ પણ હતો, તેમ તુષાર ગાંધીએ જણાવ્યુ હતું.

તેમણે ઉમેર્યું હતું કે, ગાંધીજી અને સયાજીરાવ વચ્ચે કોઇ અણબનાવ ન હતો, માટે જ દાંડી કૂચ દરમિયાન કસ્તુરબા સહિતની મહિલાઓને વડોદરામાં ઉતારો આપવામાં આવ્યો હતો. દાંડી કૂચ દરમિયાન ગાંધીજી વડોદરા આવ્યા ન હતાં તે બાબત પર પ્રકાશ પાડતાં તુષાર ગાંધીએ જણાવ્યુ હતું કે, મીઠાનો સત્યાગ્રહ બ્રિટીશ સરકારની સામે હતો. ગાંધીજીને સ્થાનિક રજવાડા પ્રત્યે કોઇ વિરોધ ન હતો. આથી સાબરમતી આશ્રમથી દાંડી સુધીના રસ્તામાં તેઓ કોઇ રાજવિના પ્રદેશમાંથી પસાર થયા ન હતાં. પરંતુ વડોદરાનો દોઢસોથી બસો મિટરનો રસ્તો પરવાનગી લઇને પસાર કર્યો હતો.

અત્રે ઉલ્લેખનિય છે કે, દુનિયાની સૌપ્રથમ હેરિટેજ મેરેથોન ધ દાંડી સોલ્ટ ચેલેન્જ સાબરમતી આશ્રમથી દાંડી સુધી 12થી 21 માર્ચ દરમિયાન ગાંધીજીની 150મી જન્મજયંતિ નિમિત્તે યોજાવાની છે. જે અંગે તુષાર ગાંધીએ વડોદરા ખાતે માહિતી આપી હતી.

વંશવાદી કહીને ઘાનામાં ઉતારાયેલી ગાંધીજીની મૂર્તિ ભારત લાવવી જોઇએ

સાઉથ આફ્રિકાની યુનિ. ઓફ ઘાના ખાતે મુકાયેલી મહાત્મા ગાંધીની પ્રતિમા હટાવવાના વિવાદ વિશે તુષાર ગાંધીએ જણાવ્યુ હતું કે, મૂર્તિઓના રાજકારણમાં રસ નથી પણ ભારત સરકારને અપીલ છે કે, ખસેડવામાં આવેલી પ્રતિમાને માનભેર ભારત લાવવી જોઇએ. ગાંધીજીથી લઇને સરદાર સુધીના નેતાઓ વંદનીય છે, તેમનું ભારતીયોમાં જે સ્થાન છે તે એટલું ઉંચું છે કે તેટલી ઉંચી પ્રતિમા બનાવી જ ન શકાય તેમ તુષાર ગાંધીએ જણાવ્યું હતું.

X
Vadodara News - latest vadodara news 034032
Vadodara News - latest vadodara news 034032
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી